________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ ) સુરપતિની પદવી પણ પુણ્ય દ્વારા સંપ્રાપ્ત થાય છે, પણ જગમાં રાણુરૂની પ્રાપ્તિ થવી મહા દુર્લભ છે. મેક્ષમાર્ગારાધક શ્રી સશુરૂની જે જે અંશે હૃદયમાં ભકિત છે, તે તે અંશે મનુષ્ય ધર્માધિકારી થઈ શકે છે. શ્રી શિષ્યની ઉપર ઉપરની હલદરને રંગ જેવી વિનયભકિતથી શ્રી સદગુરૂ સંતુષ્ટ થતા નથી. કિંતુ તેઓ ચેલમછઠને જેવી વિનય ભકિતથી શિષ્યની ગ્યતા સમજી સંતુષ્ટ થઈ તેને યથાર્કમતાપદેશે તમાર્ગમાં પ્રેરે છે. વિનય ભક્તિ દ્વારા ભવ્ય શિષ્યોએ સરૂની ઉપાસના કરી, મનની વિકલ્પસંક૯૫શ્રેણિને દૂર કરી, આત્મસાધક બનવું. ભાવનાચંદનસમશીતલ વચનથી શ્રી સદ્ગર, શિષ્યનાં કપાયથી સંતપ્ત હૃદયને શાંત કરે છે. શ્રી સદ્ગુરૂવર્યના મુખદર્શનથી તથા તેમની તવામૃતવાણીથી શિવનાં પાપી હૃદય ગંગાજલની પેઠે નિમલ થાય છે. કેટ લાક શ્રદ્ધાનહીન અજ્ઞમનુષ્યના મનમાં, શ્રી સદ્દગુરૂને તેમની મનુષ્યવરૂપે દેખી, તથા પોતાની પેઠે ખાતા પીતા દેખી તેમના પર શ્રદ્ધા થતી નથી, તેમના મનમાં એવા વિચારો આવે છે કે શ્રી સદ્દગુરૂને આપણે જેવું શરીર હોય છે, પણ તેઓ અજ્ઞતાથી શ્રી ગુરૂની આત્મોન્નતિ સમજી શકતા નથી. અંધકારથી પ્રકાશદર્શન થતું નથી, તેમ અજ્ઞાનીથી જ્ઞાનિસદ્દગુરૂનું આત્યંતરસ્વરૂપ સમજી શકાતું નથી.
For Private And Personal Use Only