________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૫ )
બાહ્યપ્રાણાયામનું આ પ્રકારે સામાન્ય સ્વરૂપ દર્શાવી, આત્યં તર પ્રાણાયામનું વર્ણન કરે છે. આત્યંતર પ્રાણાયામનું સ્વરૂપ આ પ્રમાણે છે. બહિરાત્મભાવ જે શરીર, મન, વાણીમાં આત્મબુદ્ધિ, તથા પરવસ્તુમાં આત્મભાવ, જડ અને ચૈતન્યને અવિવેક, પૌગલિકભાવમાં તન્મયપણું, તે રૂપ જે બહિરાત્મભાવ, તેને ત્યાગ કરે. અજ્ઞાનદશાથી ચેતન, પરવસ્તુમાં મેહથી લપટાયે, અને પરવસ્તુમાં અહંમમત્વ બુદ્ધિ ધારણ કરી તેમાં પરિણમી, પિતાનું ભાનભૂ અને જન્મજરાનાં દુઃખ પામે. હવે ગુરૂના ધથી ભેદ રુષ્ટિ જાગતાં તેને ત્યાગ ભાવ કરે તેજ આત્યંતર રેચક જાણુ, તથા આત્માને જ્ઞાનદર્શનચારિત્રાદિ ગુણેથી પૂર તે પૂર જાણુ. જો કે આત્માના જ્ઞાનાદિ અનંતગુણે આત્મામાં જ અનાદિકાળથી feતમારે રહ્યા છે. તેને નાશ નથી, પણ આત્માના અસંખ્યપ્રદેશે અનતિ અનંતિ કર્મ ની વર્ગણાઓ લાગી છે, તેથી આત્માના ગુણેનું આચ્છાદન થયું છે, અને તે અનાદિકાળથી તિભાવે વર્તે છે, તે ગુણોને નિજગુણરમણતાથી આવિર્ભત કરવા, ઉપશમભાવ તથાક્ષેપશમભાવ તથા ક્ષાયિકભાવથી આત્મગુણોને પ્રગટાવવા, તથા જેથી તે ગુણે પ્રગટે, એવા હેતુઓનું સેવન કરવું, તેને આત્યંતરપ્રાણાયામ કહે છે. તથા ઉપશમભાવે વા ક્ષપશમભાવે જે ગુણ પ્રાપ્ત થયા તેને સ્થિર કરવા તે આત્યંતર કુંભક પ્રાણાયામ જાણવે. હવે
For Private And Personal Use Only