________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૫ ) કાર્યની ઉત્પત્તિ થઈ, એમ માનવું પડશે. અને એમ માનવું તે લેકવિરૂદ્ધ છે. પૂર્વોક્ત દૂષણથી એકાંત અનિત્ય આત્મા માનતાં હિંસાદિકની સિદ્ધિ થતી નથી. એકાંત નિત્ય અને એકાંત અનિત્ય આત્મા માનતાં જે દૂષણે આવે છે, તે સર્વ દૂષણેને પરિહાર, આત્માને નિત્યાનિત્ય માનતાં થાય છે.
मौनीन्द्रे च प्रवचने, युज्यते सर्वमेवहि; नित्यानित्ये स्फुटं देहा, द्भिन्नाभिन्ने तथाऽऽत्मनि ॥१॥
અનાદિકાળથી સિદ્ધ એવા જીતેન્દ્ર પ્રવચનમાં, આત્મામાં નિત્યાનિત્યપણું તથા દેહથી આત્માનું કથચિત્ ભિન્નપણું અને કથંચિત્ અભિન્નપણું આદિ સર્વ યુક્તિયુક્ત ઘટે છે.
આત્માને દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ નિત્ય માનવાથી ત્રણે કાલમાં તેનું દ્રવ્યપણું એક સરખું રહે છે, તેથી જે જે કર્મ કરે છે, તે અન્યભવમાં ભેળવી શકે છે. નિત્ય આત્મા દ્રવ્યથી માનતાં પ્રત્યેક ભવમાં તેની હયાતિ હોય છે, તેથી જાતિસ્મરણજ્ઞાનાદિકની પણ ઉપપત્તિ સમ્યગરીત્યા ઘટે છે. આત્માને પર્યાયાથિકનયની અપેક્ષાએ કથંચિત્ અને નિત્ય માનવાથી, દેહમાં આત્મા પરિણમે છે, અને કર્મ સાથે પણ પરિણમે છે, તથા અન્ય ભવમાં કૃતકર્માનુસારે જુદા
20
For Private And Personal Use Only