________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩રર )
છવદ્રવ્યમાં છે, એ છ દ્રવ્યના મૂલ ગુણ જે દ્રવ્યના છે, તેમાં જ રહે છે. ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણ દ્રવ્યના ત્રણે ગુણ, તથા ચાર પર્યાય સરખા છે. ત્રણ ગુણથી કાલ દ્રવ્ય પણ સાધમ્યતાને ભજે છે. ધર્માસ્તિકાય અસંખ્યપ્રદેશી અને લેકવ્યાપી છે. અધર્માસ્તિકાય અસંખ્યપ્રદેશ અને લેકવ્યાપી છે. આકાશાસ્તિકાય અનંતપ્રદેશી અને લોકાલોક વ્યાપી છે, ૫ગલદ્રવ્ય અનંત છે, અને તે પરમાણુ રૂપદ્રવ્યમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રહે છે. પુદ્ગલદ્રવ્ય લેકવ્યાપી છે. કાલદ્રવ્ય ઉપચારથી અઢીદ્વીપ વ્યાપી છે. આદ્યકાળને વ્યવહાર સૂર્યચંદ્રની ગતિઉપર આધાર રાખે છે, છવદ્રવ્ય અનંત છે. પ્રત્યેક જીવના અસંખ્યાતપ્રદેશ છે, અને તે છવદ્રવ્યો લેકમાં વ્યાપીને રહે છે. દેહધારી જીવિના પ્રદેશે જેટલું શરીરમાન હોય, તેટલામાં વ્યાપીને રહે છે. છએ દ્રવ્યમાં જીવના ગુણને ઘાતક એક પુદ્ગલાસ્તિકાય છે. છ દ્રવ્ય નિશ્ચયનયથી પોતપોતાના સ્વરૂપમાં પરિણમે છે. દરેક દ્રવ્યને પરિણમનધર્મ ભિન્ન ભિન્ન વતે છે. જે દરેક દ્રવ્યને પરિણમનધર્મ એક સરખે હોય, તે પ્રત્યેકદ્રવ્યની પરિણમતા એક સરખી થઈ જાય, અને તેથી પ્રત્યેક દ્રવ્ય ભિન્ન ભિન્ન કહેવાય નહીં. વ્યવહારથી છવ અને પુદગલ એ બે દ્રવ્યપરિણામી છે. રાગદ્વેષ સહિત જીવને પુગલની સાથે પરિણમવાને સ્વભાવ છે. બે દ્રવ્યમાં પરિ
For Private And Personal Use Only