________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ર૪), પરમાણુ ભેળા થાય, ત્યારે ઔદારિક શરીરને લેવાયોગ્ય વ –ણ થાય છે. એમ ઔદારિકથી અનંતગુણ પરમાણું મળે, ત્યારે વૈકિયવર્ગણ થાય છે, વૈકિયથી અનંતગુણાધિક પરમાણુ દલ ભેગા થાય, ત્યારે આહારકવર્ગણ થાય છે. એમ ઉત્તરોત્તર વર્ગણામાં, એકેકથી અધિક અનંતપરમાણુઓ મળે, ત્યારે ઉત્તરોત્તર વર્ગણાઓ થાય છે, પહેલીથી બીજી, અને બીજીથી ત્રીજી, અને ત્રીજીથી એથી તૈજસ, અને તેજસથી ભાષા, અને ભાષાથી શ્વાસોશ્વાસ અને શ્વાસોશ્વાસથી મને વર્ગ અને મને વર્ગણાથી આઠમી કામણવર્ગણામાં અનંતગુણાધિક પરમાણુક્રલિક છે. દારિક, વૈકિય, આહારક, તૈજસ, એ ચાર વર્ગણ બાદર છે, તેમાં પાંચ વર્ણ, બે ગધ, પાંચ રસ, અને આઠ સ્પર્શ, એમ વીસ ગુણ રહ્યા છે. તથા ભાષા, શ્વાસોશ્વાસ, મન અને કાશ્મણ એ ચાર વર્ગણા સૂફમ છે. એ ચાર સૂફમવર્ગણામાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, અને ચાર સ્પર્શ, એમ શળ ગુણ રહ્યા છે, અને એક પરમાણમાં એક વર્ણ, એક ગધ, એક રસ, બે સ્પર્શ એમ પાંચ ગુણ રહ્યા છે. એમ આઠ વગણનાં દલિક પણ આત્માસંખ્યપ્રદેશની સાથે, ક્ષીરનીરવત પરિણમ્યાં છે. યુગલ દ્રવ્યરૂપી છે, અને તે આત્માના ગુણેનું આચ્છાદન (વિઘાત) કરે છે. પુદગલ દ્રવ્યના બે ભેદ છે. એક ચારસ્પર્શીપુદ્ગલ દ્રવ્ય, અને બીજું આઠ સ્પર્શપગલદ્રવ્ય
For Private And Personal Use Only