________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૪) दोरी देवारकी किति दोरे, मति व्यवहार प्रकाशी हो अगम अगोचर निश्चयनयकी, दोरी अनंत अगासी हो.
વ્યવહારની મતિ દેવારની (પ્રાસાદની) દેરી સમાન છે અને અગમ અગોચર નિશ્ચયનયની દેરી અનંત છે. એમ સ્પષ્ટ કહ, ઉપાધ્યાયજી આત્મતત્ત્વ રમણતાને અગ્રગણ્ય કથે છે. સર્વ દેહધારીઓમાં જ્ઞાનદર્શનચારિત્રમય આત્માઓ વાસ કરે છે. ગુણની અપેક્ષાએ સર્વ આત્માઓ એક સરખા છે. સત્તાની અપેક્ષાએ સંગ્રહનય, સર્વ આત્માને એક કહે છે, પણ વ્યક્તિની અપેક્ષાએ આત્મા અનેક છે. અનંતગુણમય આત્માનું ઐકય સ્વરૂપ ભાવીને, આત્મજ્ઞાની ભેદ કલ્પનાને વિસારી મૂકે છે. પિતાના સ્વરૂપમાં અભેદપણે રમવાથી મુકિત છે. અભેદકલ્પના કરવાથી, જડમાં ચિત્તવૃત્તિનું પરિણમન થવાથી અનેક પ્રકારની તૃષ્ણાનો ઉદ્દભવ થાય છે. માટે આહ્વભાવની ભેદક૯૫ના દૂર કરી, આત્માની અનન્યભાવે ઉપાસના કરવી. હે ભવ્ય ! ખરેખર તમે અન્તર્યામી આત્મપ્રભુને વિશ્વાસ ધરી તેનું સેવન કરે. તમે જ્યાં જાઓ છે, ત્યાં અન્તર્યામી આત્મપ્રભુ સાથેને સાથે વર્તે છે. તમારા દેખાતા શરીરમાં સર્વત્ર વ્યાપીને અસંખ્યપ્રદેશી આત્મપ્રભુ રહ્યા છે. જ્ઞાનશકિતને આધાર પ્રકાશક આત્મપ્રભુ તમારી પાસે છતાં ક્યાં બાહ્ય તેને પ્રાપ્ત કરવા ભટકે છે ? જરા તમે જ્ઞાન દ્વારા આત્મપ્રભુનું ધ્યાન કરશે તે તમે પોતે
For Private And Personal Use Only