________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૯૬ )
धर्मसिद्धि नवविधि घटमें, कहा ढुंढत जइ काशीहो;
जश कहे शांत सुधारस चाख्यो, पूरन ब्रह्म अभ्यासी हो. चि०६ શ્રી ઉપાધ્યાયજી કહે છે કે પુદ્ગલથી ન્યારૂ ચૈતન્ય વરૂપ મારૂ અવિનાશી છે. પુદ્ગલના મેલ સમાન ખેલ સવ વિનાશી છે, મારા જ્ઞાનઆનંદસ્વરૂપ આત્મા તે અવિનાર્થી છે. અનાદિકાળ સંસારમાં પરિભ્રમણુ કરે છે તે પણ મારૂ જીવપણુ નાશ પામ્યું નથી. અન’તકાળ જશે તે પણ જીવપણું તેવું ને તેવું રહેવાનું. આત્મા દ્રવ્યાથિકનમની અપેક્ષાએ નિત્ય છે, અને પર્યાયથિકનયની અપેક્ષાએ અનિત્ય છે. ગતિપર્યાયાદિક સવ અશુદ્ધ પર્યાય છે. રાગ દ્વેષ, અષ્ટકમની વા, પચ શરીર, આદિ સ` પર્યાય છે, તે પુદ્ગલ સંબધે છે. અને પુદ્ગલના સંબધ ાગે, આત્માને
વિભાવ પર્યાય બને છે, તેને અશુદ્ધ પર્યાય કહે છે. અભવ્ય જીવને અશુદ્ધપર્યાયની સ્થિતિ અનાદિ અનતમે ભાંગે છે. કારણ કે, અભવ્યજીવાને અશુદ્ધપર્યાય નહીં બદલાવાના સ્વભાવ હાવાથી, પર્યાયની શુદ્ધિ થતી નથી, અને પર્યાયની શુદ્ધિ થયા વિના મુક્તિ નથી. ભવ્યજવેને અશુ ુપર્યાયની સ્થિતિ અનાસિાંત ભાંગે હાય છે. શુદ્ધપર્યાચની સ્થિતિ પ્રવાહની અપેક્ષાએ સાઢ઼િ અનત છે, અને સમયે સમયે શુદ્ધ પર્યાયને પણુ ઉત્પાદ વ્યય થાય છે, તેની અપેક્ષાએ સાદિ સાંત ભીંગ જાણવા. આત્મા પરમાત્મસ્વરૂપ
For Private And Personal Use Only