________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( રદર) તેથી તેઓ મેટી ભૂલ કરે છે. સમજુભવ્યશિષ્ય, શ્રી સદગુરૂની આત્મનિષ્ઠા તથા આત્મધર્મસાધક વ્યવહારિક ધર્માચરણ દેખી, શ્રદ્ધાભકિતદ્વારા સશુરૂ ઉપાસના કરે છે, અને તેથી મુક્તિપદ પ્રાપ્ત કરી, અનંતશાશ્વત સુખમય બની કૃતકૃત્ય થાય છે.
વિનય તથા ભકિતથી હીન, નગુરા, શકાશીલ, અજ્ઞશિષ્ય, ગુરૂઆજ્ઞા વિના શાશ્વતપન્થને ઓળખી શકતા નથી, અને હરાયા ઢેરની પેઠે જ્યાં ત્યાં ઘર્મ બુદ્ધિ ધારણ કરીને, ચોરાશી લક્ષજીવનિમાં દીન તથા દુઃખીયા થઈને પરિભ્રમણ કરે છે. માટે ભવ્યજીએ શ્રી ગુરૂની આજ્ઞા મસ્તકે ચઢાવવી. કારણ કે ગુરૂની આજ્ઞાએ ધર્મ છે. ગુરૂની આજ્ઞાએ ધ્યાનની સાફલ્યતા છે. જે નાસ્તિક અલ્પજ્ઞ કુળાચારથીજ માત્ર ધર્મ માનનારા લેકે છે, એવા નગુરાજનનું તપ જપાદિ સર્વ અનુષ્ઠાન સફળ થતું નથી. હે ભવ્ય ! જરા મધ્યસ્થચિત્તથી બાધ શ્રવણ કરી, મનમાં વિચારીશ તે પૂર્વોકતવચનનું રહસ્ય હૃદયમાં ઉતરશે. હે શિષ્ય! તને જે મોક્ષમાર્ગની ચાહના હેય તે હુને એક વજી લેખ સમાન ઉપાય બતાવું છું. તે આ છે કે--સંયમ તપ જપાદિધર્મ, ગુરૂની આજ્ઞાએ કરવા ગ્ય છે. સદ્દગુરૂની આજ્ઞાએ સર્વ ધર્મક્રિયાની સાફલ્યતા સમજવી.
શ્રી જનાજ્ઞાધારક સુવિહિત ધર્મકિયાકારક તથા પ્રવર્તક
For Private And Personal Use Only