________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭૭) પ્રયત્ન સેવ્યા કરે. ભવિતવ્યતાને આગળ કરી પ્રયત્ન ત્યાગશે નહીં. શુદ્ધ પ્રયત્ન કઈપણ શુદ્ધ પરિણામને પમાડશે. શુદ્ધ પરિણતિને પ્રયત્ન છે, તે શુદ્ધપરિણતિનેજ અને વાને, માટે પ્રયત્ન કરો. હાથ જોઈ બેસી રહેવાથી કદિ સારૂ પરિણામ આવનાર નથી. આત્મામાં રહેલા અનંત
ને આવિર્ભાવ કરવાને છે. માટે જ્યારે જ્યારે જે જે સમય નિવૃત્તિને મળે, તે તે સમય આત્મસ્વરૂપનું ધ્યાન કરે. ધ્યાતા અને ધયેય ધ્યાનની ઐકયતામાં લીન થાઓ. એકક્ષણ પણ આત્મભાવનાના પ્રયત્ન વિના નકામી જવા દેશે નહીં. કારણકે, એકક્ષણમાં પણ આત્માની ઉચ્ચદશા થઈ શકે છે. થડા સમયને પણ પ્રયત્ન આત્મમય થવામાં ઉ. ત્તમ સાહાચ્ય આપશે. પ્રયત્નમાં શ્રદ્ધા સેવવી, એ પ્રયત્નને અધિક શકિતમય કરનાર છે, પ્રયત્ન પર શ્રદ્ધાને ઓપ ચઢતાં, અધિક શકિત આત્મામાં ખીલે છે. આત્માને ધ્યાન પ્રયત્ન સેવતાં, આત્મમય થશે, અને તેમ થતા અખંડ પ્રસન્નતાને પ્રગટપણે અનુભવજ્ઞાનથી અનુભવશે, અને સહજ સ્વરૂપે આત્માની શુદ્ધપરિણતિ પ્રગટ થતાં, નિરંજન નિરાકાર તિઃ સ્વરૂપમય થશે.
પાર વિનાના, કતાં ગરમરવયાવ; आतमराम पदाप्तिता, सोऽहंपदप्रभाव.
For Private And Personal Use Only