________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૬૯ ) દયા તે દ્રવ્યથી પૂજા અને પરને ઉપદેશથી સમ્યકત્વદિન પ્રાપ્તિ કરાવવી, તે ભાવથી જાણવી. જ્ઞાનરૂપ આત્મદયાવિના પરાયા કેમ હોય? અર્થાત્ ન હોય. કહ્યું છે કે,
ગાથા.
जइ आणणेण चत्तं, अत्तणयं माणदंसणचरित्तं; तइआ तस्स परेसु, अणुकंपा नथ्थि जीवेसु. १ ॥
એમ ઉપદેશમાલામાં કહ્યું છે. કવિના પૃથ્વી જેમ ઉજડરૂપ ભાસે છે. અને જીવવિના જેમ કાયા ભાસે છે, સમ્યગ જ્ઞાનરૂપઆત્મદયાવિના પરાયા તે જેમ નાટકીયાની બાજી ફેક, તેમ ફેક જાણવી. હે ભવ્ય ! પૂર્વોક્તવચનથી હૃદયમાં જણાયું હશે કે આત્મજ્ઞાનની આવશ્યકતા ઘણું છે. તમે સમજ્યા વિના કને તારવા પ્રયત્ન કરશે ? જ્ઞાનવિના તમો કિયા કોની કરશે ? આત્મજ્ઞાનની સંપ્રાપ્તિ કરવામાં જરામાત્ર આલસ્યનું સેવન કરવું ચગ્ય નથી. આત્મજ્ઞાન, તમને શુદ્ધપરિણતિનું સ્વરૂપ દીપકની પેઠે દેખાડશે, અને આત્મજ્ઞાનથી તમે વિવેકદષ્ટિની જાગૃતિ કરી શકશે, આત્મજ્ઞાનથી તમને આત્મશ્રદ્ધા થશે, અને તેથી તમે અખંડપ્રયન દ્વારા અનેક પરિસહને સહન કરીને આત્મસૂર્યને લાગેલા કર્મરૂપ વાદળરૂપ
For Private And Personal Use Only