________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૩). ગીતાર્થ સદગુરૂ મુનિરાજની આજ્ઞામાં, જીનેશ્વરની આજ્ઞા પણ સમાય છે. જેમકે લેર્ડ ગવર્નર જનરલની જેણે આજ્ઞા ઉથાપી, તેણે શહેનશાહની આજ્ઞા ઉથાપી, અને જેણે લેર્ડ ગવર્નર જનરલની આજ્ઞા માની, તેણે શહેનશાહની પણ આજ્ઞા માની. અર્થાત્ લોર્ડની આજ્ઞામાં શહેનશાહની આરતા સમાઈ ગઈ. શ્રી તીર્થકર ભગવાને કહ્યું છે કે જે જે કાળે, દ્રવ્યલેત્રાનુસારે, જનાજ્ઞાપ્રતિપાલક સુવિહિતસૂરિ હોય તે તેને દ્રવ્યક્ષેત્ર કાલાનુસારે, સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકાના હિતને અર્થે, કલ્યાણ અથે, ધર્મા, શાનેનિઅર્થે જે જે આજ્ઞા કરે, તે મારી આજ્ઞા જ સમજવી. તેમ અનુભવમાં પણ આવે છે. તેમ શ્રી સદગુરૂની આજ્ઞામાં પણ જનાજ્ઞાનું પ્રપ્રતિપાલન આવી જાય છે, માટે ભવ્ય શિષ્યોએ સ્વછંદતાને ત્યાગ કરી, ગુરૂઆગ્રામાં પ્રવર્તવું. ધર્મદાનથી સશુરૂ મહાન છે, માટે તેમની ભક્તિ બહુમાનમાં જેટલી એછાશ, તેટલી જ ધર્મન્યૂનતા તથા ભાગ્યહીનતા જાણવું. જંગમ કલ્પવૃક્ષ કામકુંભ, ચિંતામણિ રત્નસદશ, ધર્મમૂતિ શ્રી સદ્દગુરૂને મન વચન અને કાયાથી પુનઃ પુનઃ નમસ્કાર થાઓ. પ્રેમથી તેમના ચરણ કમળને નમસ્કાર કરે. પૂર્વોક્ત સદ્દગુરૂગમથી જ્ઞાનદશા ગ્રહણ કરીને, શાશ્વત મેક્ષમાર્ગમાં ગમન કરી શકાય છે. જ્ઞાનદશનચારિત્રરૂપ રત્નત્રયીની સાપક્ષપણે સાધ્ય સિદ્ધિમાં પ્રવૃત્ત થએલ આત્મા, ઉપશમભાવ,
For Private And Personal Use Only