________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૦) પણ વ્યવહાર છે. સાધુ, સાધ્વી, શ્રાવક, તથા શ્રાવિકારૂપ તીર્થની સ્થાપના કરે છે, તે પણ વ્યવહાર છે, નિશ્ચયથી તીથેની સ્થાપના થતી નથી. વળી વિચારે કે સાધુ સાધ્વીના તથા શ્રાવક શ્રાવિકારૂપ તીર્થ સ્થાપ્યું, ત્યારે તે દરેક વર્ગના આચાર પણ જુદા જુદા કેવલજ્ઞાનથી બતાવ્યા, તેમાં પણ વ્યવહાર શુદ્ધિદ્વારા આત્મગુણ પ્રાપ્તિરૂપ નિશ્ચયનય કર્યો છે. નિશ્ચયનય, શુદ્ધ આત્મિકસ્વરૂપ બતાવે છે પણ તેને ઉદ્યમ કરીએ તે તેવું સ્વરૂપ પ્રાપ્ત થાય. ઉધમરૂપવ્યવહારને માન્યા વિના આગળના નયકથિત આત્મસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. સાતનયથી ધર્મતત્ત્વનું સ્વરૂપ સમજવું, અને ધર્મતત્વની શ્રદ્ધા કરવી. ચઢતાનય છે તે પાછળના નયના કરતાં આત્મશુદ્ધતા વિશેષતઃ બતાવે છે, એ વાત ખરી, પણ તે નયથી તે સ્વરૂપ જાણ્યું, એટલે કંઈ આત્મામાં તેવા ગુણે એકદમ પ્રગટતા નથી. એવંભૂતનયથી આત્માનું સ્વરૂપ સિસમાન જાણ્યું, એટલે શું વાંચનાર સિદ્ધસમાન બની ગના કદી નહીં. એવંભૂતથી સિદ્ધસ્વરૂપ આત્માનું છે, પણ તે નય દ્વારા કથિત આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવા નિમિત્ત ઉદ્યમ દ્વારા ઉપાદાનકારણની શુદ્ધતા કરવારૂપ ઉદ્યમ કર જોઈએ. આ ઠેકાણે સમજવું કે ઉપાદાનકારણની શુદ્ધિ જે જે હેતુ દ્વારા થાય છે તે તે હેતુઓ સર્વે વ્યવહારરૂપે જાણવા. વ્યવહારનયની મુખ્યતા સિદ્ધ કરવા માટે, શ્રી તીર્થકર ભગવાન કે જે
For Private And Personal Use Only