________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાએ પ્રિ મા
ના આ
( ૨૨૯). આદિ નિમિત્તકારણને અવલખ્યા વિના, કેદની સિદ્ધિ થઈ નથી. વળી વિચારે કે કેઈને ઘીને ખપ છે. તે ગાય અગર ભેંસ રાખે, અને ચારે ખવરાવે, દેહનક્રિયા કરે, દૂધ કાઢે, પાછું તેનું દહીં થાય, તેને લેવે તેનું માખણું થાય, પશ્ચાત માખણ તાવવાથી ઘી થાય. તેમ પરમાત્મદશાની પ્રાપ્તિ માટે, આત્મા, ગુરૂને સમાગમ કરે, જીનવાણી સાંભળી તત્ત્વની શ્રદ્ધા કરે, દેવની શ્રદ્ધા કર, વ્યવહાર તથા નિશ્ચયધર્મ સમજી, ધર્મની આરાધના કરે. પરસ્વભાવને ત્યાગ કરે, આત્મસ્વભાવમાં રમણતા કરે, શ્રાવક વા સાધુત્રને યથાશક્તિ અંગીકાર કરે. એમ પ્રયત્ન કરતાં, આત્મા સ્વસ્વરૂપાભિમુખ થતા જાય અને અંતે કર્મને ક્ષય કરે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે વ્યવહારનયકથિત ધર્મોનુષ્ઠાન પ્રવૃત્તિ વિના, નિશ્ચયનયથી આત્મકલ્યાણ થતું નથી. આત્મા આત્મા એમ પોકારે, પણ પિતાના આત્માની શુદ્ધ પ્રવૃત્તિ કરે નહીં, તે કંઈ હિત નથી. કેવલીભગવાન પણ વ્યવહારની માન્યતા રાખે છે. કેવલીભગવાન દેશના દે છે, તે પણ વ્યવહાર છે, અને દેશના શ્રવણકરવી તે પણ વ્યવહાર છે. વ્યવહારના પણ પ્રસંગાનુસારતઃ ઘણા ભેદ પડે છે. તીર્થંકરભગવાન દીક્ષા અંગીકાર કરે છે, તે પણ વ્યવહાર છે. કેવલજ્ઞાન પામ્યા પશ્ચાત સમવસરણમાં બેસે છે, તે પણે વ્યવહાર છે. સમવસરણમાંથી દેવદામાં વિરાજે છે તે
For Private And Personal Use Only