________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૮ ) સાધુવેષ ધારણ કરે છે, ત્યારે દેવતા વિગેરે કેવળજ્ઞાનીને વંદન કરે છે. તેથી પણ સિદ્ધ થાય છે કે સાધુપણું અંગીકાર કરવાની આવશ્યકતા છે. સાધુ થવાની શ્રાવક, પ્રતિદિન ભાવના કરે, બેલવા માત્ર નહીં પણ અંત:કરણથી સાધુ થવાને શ્રાવક મરથ કરે. પંચમગુણઠાણું દેશવિરતિ શ્રાવકનું છે, અને છઠ્ઠ ગુણઠાણું સર્વવિરતિ મુનિરાજનું છે, માટે શુદ્ધવ્યવહારના અભિલાષજીએ સર્વ વિરતિપદ અંગીકાર કરવું જોઈએ.
ધર્મની ધુરાના ધારણ કરનાર સર્વઉપાધિ ત્યાગ કરી પંચમહાવ્રત ધારણું કરનારા મુનીશ્વર જાણવા. સંપ્રતિપંચમકાળમાં સુવિહિત સાધુનું શરણ વિશેષતઃ ઉપકારી છે. એવા મુનિરાજને પુનઃ પુનઃ નમસ્કાર થાઓ. તેમના સ્તવન ધ્યાન શરણથી મંગલમાલા પ્રગટે છે.
शासन चाले साधुथी, श्रावक भक्त कहाय; नमो नमो निर्ग्रथने, नरपति सेधे पाय. ११२ पार्श्वमणि श्रीसद्गुरू, उपकारी शिरदार; नमो नमो निर्ग्रथने, धर्मदान दातार. ११३ જૈન વીતરાગ શાસનના પ્રવર્તક સાધુ છે. આચાર્ય
For Private And Personal Use Only