________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૧), રાજી થવું નહિ. ઉત્કૃષ્ટ શમભાવની પ્રાપ્તિ થતાં કંઈ અવશેષ રહેતું નથી.
મનુષ્યજન્મ પ્રાપ્ત કરી, કામાદિક બેગ ભેગવી, ખુશી થનાર અજ્ઞાની જ છે, પણ મનુષ્યજન્મ સં. પ્રાપ્ત કરી, આત્મજ્ઞાન કરવું, અને આત્મજ્ઞાન દ્વારા ધ્યાન કરવું, એ જ સર્વોત્કૃષ્ટ માર્ગ છે. આત્મા અને પરમાત્મસ્વરૂપની ઐકયતારૂપ ધ્યાનની તાળી લાગી નહિં, અને મમતા. માન ઘટયું નહિ, અને જ્યાં સુધી આત્મસ્વરૂપ રૂપ લક્ષ્યમાં વૃત્તિ લાગી નહિ, ત્યાં સુધી બહિરાત્મદશા એટલે અજ્ઞાનભાવ સમજ; અર્થાત્ અંતરઆત્મામાં સુખ છે તે સંબંધી જરાપણ વિચાર કર્યો નહી, પૌગલિક ભાવથી ભિન્ન જ્ઞાનદર્શન ચારિત્રગુણ વિશિષ્ટ અસંખ્ય પ્રદેશી હું આત્મા છું, એવી વિવેકદષ્ટિ જાગી નહિ, અને ધર્મધ્યાન નાદિકમાં પ્રવેશ થયે નહીં, ત્યાં સુધી અજ્ઞાન જ છે. સમ્યગમતિજ્ઞાન અને સમ્યકશ્રુતજ્ઞાન પ્રાપ્ત થતાં, આત્મસ્વરૂપ ઓળખાય છે, અને તેના ઉપર પ્રેમ થાય છે. અને અંશે અંશે મમતા અને માન ઘટે છે, તેથી ચેથા ગુણઠાણે પણ ધર્મધ્યાનની અસ્તિતા છે; પ્રથમ ગુણઠાણે ધર્મધ્યાનની અસ્તિતા કહી નથી. ચોથા ગુણઠાણે ઉપશમાં સમકિત, પશમ સમકિત, અને ક્ષાયિક સમકિતની અસ્તિતા છે. ચોથા ગુણઠાણે મતિ અજ્ઞાનાદિ હતાં
For Private And Personal Use Only