________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૯ )
પ્રગટ થતા નથી, અને આત્મજ્ઞાન સંપ્રાપ્ત કરી, આત્મસ્વ ભાવે રમણ કરતાં, ક્ષાયિકભાવની વૃદ્ધિ થાય છે. પ્રથમ તે આત્મસ્વભાવમાં રમણુતા કરવી, એ અશકય લાગશે. પણ અભ્યાસ કરતાં હળવે હળવે ધ્યાનમાં પ્રવેશ થશે. અનેક વિકલ્પ સકલ્પ કરતી મનેાવૃત્તિયેાને દાખી દેઈ, એક સ્થિર ઉપયોગથી જ્ઞાનાદિ ગુણેનું સ્મરણ કરવું. અનેકપ્રકારના વિચારા, તમારા મનમાં પ્રવેશ કરતા જણાશે, પણ તમા હિંમત હારશે નહિ. પ્રથમ ધ્યાનાવસ્થામાં વિકલ્પ સકપેડની સાથે બહાદૂરીથી યુદ્ધ કરવું. પોતાના મનને એક આત્મસ્વરૂપાપયાગમાંજ જોડવુ, તેજ અત્ર બહાદ્રી છે. રાધાવેધની પેઠે, આત્મગુણુસ્થિરતામાં એકલક્ષ આપવાથી અત્યાનંદને સહેજ ઝા હૃદયમાં પ્રગટે છે, તેને અનુભવ ચેાગીને હોય છે. પરસ્ત્રભાવવૃત્તિ તેજ સસાર છે. ઘેરનિદ્રામાં જેમ સત્ર ભાન ભૂલી જવાય છે, તેમ તમે પરસ્વભાવવૃત્તિને તેવી રીતે ભૂલી જશે, તેા એક આત્મસ્પરૂપની જાગૃતિ થવાની, અનંત સુખના ભેગી મનવાના, એમાં જરામાત્ર સંશય નથી. આત્મસ્વરૂપની જાગૃતિથી, અને ધ્યાનની સ્થિરતા વૃદ્ધિ પામવાથી, શુદ્ધાત્મસ્વરૂપના અનુ ભવ હૃદયમાં પ્રગટે છે. પછી ધ્યાનીપુરૂષને અન્યમનુષ્યાની સાથે વાર્તાલાપ કરવાનું પણ ગમતું નથી. સર્વે બાહ્ય પદાર્શમાં ઇષ્ટબુદ્ધિ બધાઈ હતી, તે ટળી જાય છે, અને
For Private And Personal Use Only
.