________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૬) સેવના પણું અંતરાત્મપ્રભુ પ્રગટ કરવાને માટે સમજવી. દ્રવ્યસંવર, અને ભાવસંવરની ઉપાસના તથા દ્રવ્યનિજરા અને ભાવનિર્જરાની ઉપાસના પણ ઉપાસ્યભૂત અંતરામપ્રભુની પ્રાપ્તિ અર્થે છે. સામાયિક, પૌષધ, પ્રતિકમણ, પૂજા વિગેરે કૃત્યથી પણ અંતરાત્મપ્રભુની ઉપાસનાજ કરવામાં આવે છે. કેટલાક લકે અંતરાત્મનાં ભજન અને પદો ગાઈને તેની સેવા કરે છે. કોઈ તોડ€ આદિ જાપવડે અંતરાત્માની સેવા કરે છે. કોઈ પ્રભુની આગળ અનેક પ્રકારનાં સ્તવને ગાઈને, પણ અંતરાત્મપ્રભુની સેવા કરે છે. કેઈ આત્મજ્ઞાનનાં પુસ્તક વાંચીને પણ અંતરાત્મપ્રભુની સેવા કરે છે. સ્યાદ્વાદજ્ઞાની છે તે નૈગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શબ્દનય, સમભિરૂઢ, અને એવંભૂત એ સાતથી આત્મપ્રભુનું સ્વરૂપ અનેકાન્તરૂપે સમજી તેની સેવા કરે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી, આત્મસ્વરૂપ સમજી, ભવ્યપુરૂષે આત્મપ્રભુની સેવના કરે છે. સપ્તભંગી, અને ચારનિક્ષેપા, તથા દ્રવ્યગુણપર્યાય સમજીને શ્રેયસાધકભવ્યાત્માએ અંતરાત્મપ્રભુની સેવા કરે છે. અનાદિકાળથી અજ્ઞાનિછ આતંત્ર ધ્યાન અને રૌદ્રધ્યાનથી બહિરાત્મભાવે આત્માની સેવાના કરી, દુર્ગતિમાં પરિભ્રમણ કરે છે. શુભેપગે સેવના કરતાં, સ્વર્ગાદિસુખની પ્રાપ્તિ થાય છે. અંતરાત્મપ્રભુની
For Private And Personal Use Only