________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૯) नयप्रमाणे आत्मनी, सद्दहणा प्रगटायः । अडगवृत्ति मेरू यथा, तथा चरणता पाय ॥ ७१ ॥ घट अन्तर सहु ऋद्धिनो, होवे स्वयंप्रकाश; । शुद्धस्वभाये तत्वथी, केवल धर्मविलास. ॥७२ ।। निर्वाणे निजलक्ष्य तो, घटमां छे निर्वाण । ज्ञाने जो निजलक्ष्य तो, अन्तर केवलनाण. ॥ ७३ ।।
ભાવાર્થ–આત્મધ્યાનાનુભવથી અસંખ્ય પ્રદેશમાં - દૂભૂત સ્થિરતા પ્રગટે છે, અને તેની અદ્દભૂતસ્થિરતાથી પર પદ્ગલિક વસ્તુથી સ્પષ્ટપણે આત્માની ભિનતા ભાસે છે. નૈગમ, સંગ્રહ, વ્યવહાર, જુસુત્રય, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂતનયથી આત્મસ્વરૂપ જાણતાં આત્મતત્વની શુદ્ધ શ્રદ્ધા પ્રગટે છે, અને તેથી આત્મવીલ્લાસથી ઉપગભાવે ધ્યાન કરતાં, મેરૂપર્વતની પેઠે અચળ શ્રદ્ધા પ્રગટે છે, અને તેથી નિજગુણ સ્થિરતારૂપ ચારિત્ર અંતરમાં પ્રગટે છે. આત્મશક્તિ પ્રકાશ કરવા અર્થે, હે ભવ્ય ! આ ઉત્તમ ઉપાય છે. સ્વસ્વભાવ સ્થિરતા-લીનતા-રમણુતારૂપચારિત્ર તત્વજ, સારામાં સાર છે, અને તેવી સ્થિતિથી, અનંત કર્મ વર્ગણાઓ ખરે છે, અને જેટલા પ્રમાણમાં જે જે ગુણને આ વરણ કરનારી કર્મવર્ગણાઓ ખરે છે, તે તે અંશે આત્માના ગુણે પ્રગટ થાય છે. કેઈની આંખમાં મેતિયારૂપ પુદ
For Private And Personal Use Only