________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૬) બગલમાંથી સદા દુર્ગધી મેંલ ઉત્પન્ન થાય છે. અનેક પ્રકારના રોગો શરીરમાં કર્મયોગે થયા કરે છે. જે દેહ સાત ધાતુથી બનેલ છે, તેને એક પળને પણ ભરૂસો નથી. જે દેહની બાલ, યુવા, વૃદ્ધાવસ્થા થયા કરે છે. એવા દેહ દેવળમાં કેણ પોતાને વાસ કપે ? પિતાને ખરા વાસ દેહમાં નથી. દેહ તે પુદ્ગલ છે, અને આત્મા તે ત્રણે કાળમાં પુદ્ગલથી જુદી જાતનો છે. આત્મા ચેતનાગુણવાળે છે, અને પુદ્ગલ સડણ, પડાણ, વિધ્વંસન સ્વભાવવાળું છે. પિતાને અરે વાસ તો પોતાના અસંખ્ય પ્રદેશમાં છે. જે પ્રદેશ અનાદિ કાળથી છે, અને અનંત છે, અસંખ્ય પ્રદેશે, અરૂપી અને અક્ષર છે. અસંખ્ય પ્રદેશરૂપ વાસ આત્માને છે, અને શુદ્ધ ઉપગરૂપ સુરતાને ઘંટ ક્ષણે ક્ષણે વાગે છે, ત્યારે આત્મારૂપ દેવ પિતાના સ્વભાવે જાગે છે. અને પિતાના સ્વભાવે જાગૃતિ પામેલો આત્મા પોતાને નડતાં અનંત દુઃખને નાશ કરી શકે છે, અને એવી અવસ્થા પ્રાપ્ત થતાં હે આત્મન્ ! તું અજરામર થાય છે. જેમ માછલાંઓ જળને ત્યાગ કરતાં નથી, તેમ આત્મારૂપ મત્સ્ય છે તે સ્વસ્વભાવરૂપ જલને ત્યાગ કરે નહિ, ત્યારે પોતાના ગુણ પ્રાપ્ત કરે છે અને વળી
જ્યારે અવિનધર અલભ્ય આત્માની શુદ્ધ પરિણતિરૂપ દશા સ્થિરપણે વછે, ત્યારે હે ભવ્ય ! તું અજરામર થાય છે, વળી કમાન આત્માની સ્તુતિ કરતાં કહે છે કે, “હે
For Private And Personal Use Only