________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૩ ) લી આપ. સંસારમાં અનેક પુરૂષને સ્વભાવ પારકા દોષ દેખવાને જોવામાં આવે છે, તેવા પર દોષદષ્ટાઓના ઉપર પણ સમભાવ ધારણ કરે, અને પરષદષ્ટાઓનાં દૂપણે જોવાની ટેવ પણ કદિ રાખવી નહીં. આપણું દૂષણે અન્ય જોવા પ્રયત્ન કરે છે, ત્યારે તેમના દૂષણે જવાનું મન પણ આપણું થઈ જાય છે, અને તેથી મને વૃત્તિ ખરાબ થઈ જાય છે. આપણે તો એમ સમજવું કે અન્ય પુરૂ પિતાની ખરાબ ટેવથી ભલે દૂષણે જુવે, પણ મારે તે છતાં, વા અછતાં, પણ અન્યનાં દૂષણે શામાટે જેવાં જોઈએ? અન્યનાં દૂષણે જેવાથી, હું પોતે પર સ્વભાવમાં રમી કર્મ બાંધું છું; તેથી હું દોષી બનું છું. વળી અન્યનાં દૂષણે જેવાથી, અને તેમની નિંદા કરવાથી, અજેમાંથી કંઈ દૂષણે જતાં રહેતાં નથી. પારકા દોષ દેખવા કરતાં, પોતાના દેને જેતે માલુમ પડશે કે મારું કેટલું આત્મવિરૂદ્ધ આચરણું છે! પિતાનું શુદ્ધરૂપ મૂકી મન કયાં ક્યાં ભટકે છે, તેને તે જરા વિચાર કર !! તમારું મન પિતાના સ્વરૂપને મૂકી, પુદ્ગલભાવમાં જાય છે, તે જ તમારા માટે દોષ છે. તમે સમયે સમયે સાતવા આઠ કમને ગ્રહણ કરે છે, તે તમારે શું સામાન્ય દેષ છે? અલબત્ત તે મેટામાં મોટા દેષ છે, તમે રાગ અને છેષ કરે છે, એ શું તમારામાં મેટો દેશ નથી? અલબત મેટો દેશ છે. તમારૂ ચિત્ત જડપદાર્થમાં સુખ માને છે, એ
For Private And Personal Use Only