________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૨) નથી. ચેથા ગુણઠાણાની પ્રાપ્તિ બીજના ચંદ્રમા સમાન કહેલી છે. મિથ્યાત્વ જ્યાંસુધી છે, ત્યાં મતિ અને કૃતપણુ અજ્ઞાનરૂપ જાણવું. હવે પ્રસંગે જ્ઞાનના ભેદ કહે છે. આભિનિબે ધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અને પાંચમું કેવલજ્ઞાન. ત્યાં પ્રથમ મતિજ્ઞાનના અઠ્ઠાવીસ ભેદ છે. તેમાં અવગ્રહ, ઈહા, અપાય, અને ધારણું એ ચાર ભેદ છે. મન અને ચક્ષવિના બાકીની ચાર ઇંદ્રિાવકે વ્યંજનાવગ્રહના ચાર ભેદ થાય છે. મનને ચક્ષુ અપ્રાપ્ય કારી હેવાથી, તેમને વ્યંજનાવગ્રહ થઈ શકતો નથી. અર્થને પરિચછેદ કરનાર અર્થાવગ્રહને છ ઇંદ્રિવડે છે પ્રકારને જાણ. અને તે પ્રમાણે ઈહા, અપાય, અને ધારણના ભેદો મેળવતા વીશ ભેદ થયા. તેમાં વ્યંજનાવગ્રહના ચાર ભેદ મેળવતાં અઠ્ઠાવીશ ભેદ થયા. એ અટ્ટવીશ ભેદોને બહુ, બહુવિધ, ક્ષિપ્ર, અનિશ્ચિત, નિશ્ચિત, અને ધ્રુવ, એ છ ભેદ તથા એના પ્રતિપણિ છ ભેદ મળી, બાર પ્રકારે ગણતાં, ત્રણસે છત્રીસ ભેદ થાય છે. જૂદી જૂદી જાતના અનેક શબ્દને જુદા જુદા ઓળખવા તે બહ છે; તે દરેકના પાછા સ્નિગ્ધ મધુરાદિક ભેદ જાણવા તે બહવિધ છે. તે ઝટ પોતાના રૂપે ઓળખાવા તે અચિર છે; લિંગ વગરનું જાણવું તે અનિશ્ચિત છે; સંશયવિના જાણવું, તે નિશ્ચિત છે, કેઈવેળા નહીં પણ અત્યંત જાણવું તે ધ્રુવ છે,
For Private And Personal Use Only