________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૦). અને વૃથા મરે છે. પ્યારા પદાર્થોની ઉપર અપ્રિયતા રહી છે, અને શાતાજન્યસુખની ઉપર દુઃખે રહ્યાં જ છે, ક્ષણભંગુર પદાર્થોને વાંછી, અથવા મેળવી, રાજી થવું એ પણ વ્યર્થ છે ”જે વિચિત્રલક્ષમીઓને મેળવી મન બહુ રાજી થતું હોય, તે હું તે એમજ ધારું છું કે તે સંપત્તિ પણ ઘણુ કષ્ટ વેઠવાથી મળે છે; પાછું તેઓનું રક્ષણ કરવામાં પણ ઘણું કષ્ટ છે; અને રક્ષણ કરતાં પણ અવશ્ય જતી રહે છે. માટે તેઓ સંપત્તિ નથી, પણ વિપત્તિજ છે. જેમ પતંગિયું અગ્નિની શિખાઓમાં લંપટ થાય છે, તેમ હું પણ વિષયસુખની જવાળાઓમાં લંપટ થો છું. આ સંસાર દુઃખભેગની પરાકાષ્ટારૂપ કહેવાય છે, તો દેહથી તે સુખ મળેજ કયાંથી? મનરૂપ વાનરાની લીલાઓ દેખવા માત્રજ રમણીય છે, પણ પરિણામે વિનાશ ઉપજાવનારી છે; એમ મારા જાણવામાં આવ્યું, આ મનરૂપી રે મને લાંબા કાળ સુધી કનર્વ, દુખ આપ્યું છેમાટે હવે હું મનના વશ થઈશ નહીં. આ દેહ હું છું, અને આ ધનાદિક મારાં છે, એ રીતે મારા મનમાં પુરેલા ખેટા વિચારનું પરિ. ણામ મેં જાણ્યું. વળી વિચારતાં જણાય છે કે, આ સંસારમાં કઈ વસ્તુ સારી છે કે જેના પ્રયત્નમાં હું દેરાઉં ? કઈ પણ વસ્તુ સારભૂત લાગતી નથી. આ જગતમાં જેને ઉત્પાદ છે, તેને વિનાશ નજરે દેખાય છે. માટે હું કંઈ
For Private And Personal Use Only