________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૫ ) રસને, ઘાણેન્દ્રિય ઘાણને, ચક્ષુરિદ્રિય રૂપને, શ્રોત્રિય શબ્દને, અને મન રૂપી પદાર્થને જાણી શકે છે. આત્મા અરૂપી છે, તેથી તે અતીન્દ્રિય છે, અને અતીન્દ્રિય આમસ્વરૂપ અનુભવ જ્ઞાન તથા કેવળજ્ઞાન વિના લક્ષમાં આવી શકે નહિ, માટે આત્મા અલખ કહેવાય છે. આત્માને જન્મ જરા મરણ નથી, કારણ કે નિશ્ચયનયથી આત્મા અનાદિકાળથી છે. અસંખ્ય પ્રદેશરૂપ પોતાનું સ્વરૂપ કદિ ઉત્પન્ન થયું નથી અને થનાર નથી. આત્મા વ્યવહારદષ્ટિથી કર્મગે શરીરાદિ ધારણ કરે છે, તેની અપેક્ષાએ જન્મ, જરા, મરણ ધારણ કર્તા કહેવાય છે. જન્મ, જરા, અને મરણરૂપ અશુદ્ધ પર્યાય તે આત્માના શુદ્ધપર્યાયથી ભિન્ન છે. શુદ્ધપર્યાયરૂપ ધર્મ ઉપાસ્ય છે, અને ઉપાસક આત્મા છે. અશુદ્ધપર્યાય ત્યાજ્ય છે, અને તેને ત્યાગ કરનાર શુદ્ધપર્યાય રમણ કર્તા આત્મા કહેવાય છે. ગતિપર્યાય, દેહપર્યાયાદિને ત્યાગ કરવાથી, આત્મા પરમાત્મરૂપે પ્રકાશે છે. આત્મા નિરંજન કહેવાય છે. શુદ્ધ નિશ્ચયનયનથી જોતાં આત્મા કર્મરૂપ અંજનથી રહિત છે, અને વ્યવહારથી પરભાવમાં રમણ કરે છે, ત્યાં સુધી કર્મરૂપ અંજનવાળો કહેવાય છે. વસ્તુતઃ જેતાં કર્મરૂપ અંજન આત્માને ધર્મ નથી, અને જે પિતાનું સ્વરૂપ નથી, તેમાં રમવું તે અજ્ઞાનીનું લક્ષણ છે. જે જે જ્ઞાની મહાત્માઓ થઈ ગયા, તેઓ આત્મજ્ઞાનધ્યાનમાં રમણતા
For Private And Personal Use Only