________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૦ ) આત્મગુણે પ્રકાશતા જાય છે. અને તે તે અંશે અહંવૃત્તિને નાશ થાય છે. જે જે અંશે નિરૂપાધિપણું, તે તે અંશે અહંવૃત્તિ નાશદ્વારા ધર્મની પ્રગટતા થાય છે. શ્રી ઉપાધ્યાયજી પણ કહે છે કે –
जे जे अंशे रे निरुपाधिकपणु, ते ते जाणो रे धर्म; सम्यग्दृष्टि रे गुणठाणा थकी, जाव लहे शिवशर्म.
આત્મજ્ઞાની અલ્પજીવનમાં પ્રબલ પુરૂષાર્થથી સ્વસાધ્ય સિદ્ધિ કરે છે. અહંવૃત્તિનાશક જ્ઞાન છે, માટે આત્મજ્ઞાન સંપ્રાપ્ત કરવું. આત્મઅજ્ઞાનથી જ સંસારકાર્યમાં પુનઃ પુનઃ ચિત્તવૃત્તિ પરિભ્રમે છે, અને તેથી સ્વગુણુરમણ તામાં પ્રેમ થતું નથી. જ્ઞાનદશા ભજતાં પરપરિણતિ સહેજે ટળે છે. કહ્યું છે કે
ज्ञानदशा जे आकरी, तेह वरण विचारो; ॥ निर्विकल्प उपयोगमां, नहीं कर्मनो चारो. आतम० ॥
જ્ઞાનદશા જે આકરી કહેતાં શુદ્ધ સ્વભાવમાં રમણતા રૂપ તેજ ચારિત્ર જાણે. નિવિકલ્પ શુદ્ધ જ્ઞાનેપગે આત્મા
જ્યારે વર્તતે હોય, ત્યારે કર્મનું આવાગમન થતું નથી. વળી કહ્યું છે કે –
श्लोक. आत्माऽज्ञानं हि विदुषामात्मज्ञानेन हन्यते ॥
For Private And Personal Use Only