________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૯ ). દનીયકર્મને ક્ષય થતાં અવ્યાબાધ સુખ આત્મામાં પ્રગટે છે; મેહનીયકર્મને ઉપશમભાવ, ક્ષયે પશમભાવ, તથા સાયિકભાવ થવાથી સમકિતગુણ તથા ક્ષાયિક ચારિત્રગુણ પ્રગટે છે. આયુષ્યકર્મને ક્ષય થતાં આત્માની સાદિ અનતી સ્થિતિ પ્રગટે છે; નામકર્મને નાશ થતાં અરૂપીગુણ આત્માને આવિર્ભાવતાને પામે છે. ગેત્રમને નાશ થતાં આત્માને અગુરૂ લઘુગુણ આર્વિભાવને પામે છે. અંતરાયકર્મને ક્ષપશમ વા ક્ષાયિકભાવ થતાં, અનંતદાન, લાભ, ભેગ, ઉપભોગ, અનંતવીર્યગુણ આત્મામાં પ્રગટે છે. આત્માના અનંતગુણે અનાદિકાળથી શક્તિભાવે છે, પણ કર્મોવરણથી વ્યક્તિભાવે થયા નથી. પણ જ્યારે કર્માવરણ દૂર થાય છે, ત્યારે સ્વતઃ અનંતગુણે પતતાના કાર્યગુણથી પ્રકાશ કરે છે. કર્મ છતાં આત્માની ઋદ્ધિ તિભાવે વર્તે છે, અને કર્માભાવે આત્માની ઋદ્ધિ પ્રગટભાવે થાય છે. કર્મની એકશઅઠ્ઠાવન પ્રકૃતિ આત્માની સાથે બંધાએલી છે, કર્મનું કારણ પણ વિચારી જોતાં રાગદ્વેષમય અહંવૃત્તિ જણાય છે, માટે પિતાના આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર, વિર્ય, સુખાદિગુણોને આચ્છાદન કરનારી વસ્તુગત્યા અહંવૃત્તિ જ છે, હવે જે મહાદુઃખદાયિકા અહંવૃત્તિતા ટળે, તે આત્માના અનંતગણે શક્તિભાવે રહેલા છે તે વ્યકિતભાવે થાય. જેમ જેમ આત્મગુણ રમણ, તેમ તેમ
For Private And Personal Use Only