________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૪) ગુરૂના સન્મુખ હાથ જે બેસવું. પગ લાંબા કરી બેસવું નહીં તેમ પગના ઉપર પગ ચઢાવ નહીં. ગુરૂરાજ આજ્ઞા ફરમાવે તે તે શ્રવણ કરી મનમાં અત્યંત હર્ષ ધારણ કરે અને ભાવના ભાવે કે અહો ! આજ મારાં પૂર્ણ ભાગ્ય કે શ્રી સદગુરૂએ મારી ઉપર કૃપા કરી, આજ્ઞા ફરમાવી, તથા ગુરૂ જે વચન કહે તે મહત્તિ કહી સ્વીકારે, તથા કાયા થકી સદગુરૂનાં કથન કરેલાં કાર્ય કરે, એમ અનેક પ્રકારે સદગુરૂને વિનય સાચવી, તેમના મુખથી આત્મતત્ત્વ વિદ્યાનું ગ્રહણ કરે. ગુરૂને બહુ વિનય કરે નહીં, તે તત્વ પ્રાપ્ત થઈ શકે નહીં. મુક્તિમાર્ગદર્શક, સંસારસમુદ્ર તારક શ્રી સદ્ગુરૂજ છે. ગુરૂ વિના સ્વછંદતાએ પુસ્તકો વાંચવાથી કાર્ય સિદ્ધ થતું નથી. ગુરૂને વિનય વૈયાવચ્ચે અત્યંતર તપમાં કહ્યું છે. ગુરૂવિનયથી જ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમ થાય છે, માટે સદગુરૂ ઉપાસનાપૂર્વક આત્મજ્ઞાન સંપ્રાપ્તિ કરવી. આત્મજ્ઞાનથી અહંવૃત્તિનો નાશ થાય છે. આત્મજ્ઞાન વિના અહંવૃત્તિનું રાજ્ય પ્રવવાથી, અનેક ધર્મ પળે પૃથ્વીમાં પ્રગટ થયા અને થાય છે, તેમાં અહંવૃત્તિને વિલાસ છે. અહંવૃત્તિનું મૂળ અજ્ઞાન છે. અને અજ્ઞાન તે મિથ્યાત્વની પુષ્ટિ કરે છે. જગતના જીવે સર્વે બાહા મોહ, પ્રપંચનું સ્વરૂપ છેટું જાણે, તે મુક્તિ દૂર નથી. અહંવૃત્તિથીજ દુઃખ થયાં, અને થશે, અહંવૃત્તિથીજ
For Private And Personal Use Only