________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૪ )
લેપ લાગતા નથી, તેમ સદ્ગુરૂ ઉપાસના કરનાર અંતરાત્માઆને અહ વૃત્તિના લેપ થતા નથી. જેમ અગ્નિ, સને ખાળી ભસ્મ કરી દે છે, તેમ અંતરાત્મા જ્ઞાની, કર્મને માની ભસ્મ કરી દે છે. શ્રી આષાઢાભૂતિ આચાય કે જે વેશ્યાના સંગી હતા, તે પણ આત્મજ્ઞાન ભાવનાથી કેવલજ્ઞાન પામ્યા. શ્રી ભરતરાજા પણ આત્મજ્ઞાનથી મુક્તિ પામ્યા, શ્રી ગૌતમસ્વામી પણ આત્મસ્વરૂપ ચિંતવનથી કેવળજ્ઞાન પામ્યા. આત્મસ્વરૂપના ઉપયોગમાં વર્યાં વિના અનેક કષ્ટ ક્રિયાઓ, તપ જપ કરવાથી, પણ આત્મા શુદ્ધ થતા નથી. વિરલા પુરૂષા આત્મતત્ત્વની આરાધના કરે છે. કેટલાક પુરૂષો તે હું આત્મા છું કે જડ છું, તેનું પણ સ્વરૂપ સમજતા નથી. તેવા જીવેાને જ્ઞાની સદ્ગુરૂ શરણ્ય છે. જ્ઞાની ગુરૂ વિના મોક્ષમાર્ગ સ્વરૂપ સમજાતું નથી. માટે ભવ્યજીવાએ જ્ઞાનીની ઉપાસના કરવી. પિસ્તાલીશ આગમનું રહસ્ય સમજાવનાર પણ જ્ઞાની મુનિરાજ છે. માટે આ કાળમાં વિશેષતઃ ગુરૂની ઉપાસના કરવી. જેમ સૂર્ય ઉગતાં અધકાર સ્વતઃ દૂર થાય છે, તેમ જ્ઞાની ગુરૂની વાણી શ્રવણુ કરતાં, અહુંવૃત્તિ પલાયન કરી જાય છે. કાઈ પુરૂષ, ગુફાના અંધકારને નાશ કરવા તેના સામી તરવાર ચલાવે, યા મંદુક ફ્રાડે, વા લાકડીએ મારે, પણ તેથી જરા માત્ર તમને નાશ થતેા નથી પણ તેમાંનાના સરખા દીપક લેઈ
For Private And Personal Use Only