________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૧ ). ઉપકાર કરીને, પણ સામી અમુક વસ્તુ પ્રાપ્ત કરવાની આશા રાખીશ નહીં. હું અમુકને દાન આપું છું, તેથી તે અમુક મારું કાર્ય કરશે, એવી આશા રાખીશ નહીં. જે તે અમુક આશાથી, અમુક મનુષ્યને ભણાવ્યો, પાછળથી તે મનુષ્ય તારું કામ નહીં કરે, તે તને પશ્ચાત્તાપ થશે, અને પછી બીજાઓને ભણાવતાં, દાન દેતાં, પાછે હઠીશ, માટે પરે૫કાર વિગેરે જેજે કાર્ય કરવાં, તે નિરાશાભાવે કરવાં. નિરાશાભાવે કાર્ય કરવાથી, આત્મા પરમસુખ પ્રાપ્ત કરે છે. અધ્યાત્મજ્ઞાન વિના બહિરાત્મભાવને નાશ થતું નથી. માટે અહંવૃત્તિનું સંસારપરિભ્રમણ ફળ જાણે સ્વસ્વરૂપનું જ્ઞાન લેવું. વળી અહંવૃત્તિનું માહાઓ જણાવે છે.
કુરા. शस्त्र ग्रही रणमा चढे, माने हुं महायोध ।। अवृत्ति प्रगटे यदा, तब वर्ते के क्रोध ॥ २० ॥
ભાવાર્થ–અજ્ઞાની અહંવૃત્તિના ગે, શસ્ત્ર ગ્રહણુકરી, રણમાં ચઢે છે; અનેક પ્રકારનાં યુધ્ધ-લડાઈએ પરમાં અહંત્વબુદ્ધિ થાય છે. મહાભારતની લડાઈ થઈ, તેમાં પણ અહંવૃત્તિરૂપ મહાપાકિનીનું જોર હતું. ઈગ્લીશાએ ટ્રાન્સવાલની લડાઈ કરી, તેમાં અહંવૃત્તિ જ કારણભૂત હતી. જાપાન અને રશીયાની લડાઈ થઈ તેમાં પણ
For Private And Personal Use Only