________________
C
શ્રદ્ધા અને શંકા
૯
formity of Nature અને Moral Government એ મે પદાર્થેજેના ઉપર મનુષ્યના જ્ઞાનના અને ઉન્નતિસંપાદક સદાચરણના આધાર છે— એના ઉપરની શ્રદ્ધા એ મેાક્ષને અનુકૂલ શ્રદ્ધા છે. અન્ન વિના અત્યન્ત તીવ્ર દુ:ખથી પીડિત થતા છતાં પણ ભક્તને પ્રભુ ઉપરના પ્રેમ શિથિલ થતા નથી, અને પ્લેગના કારણ સંબંધે અનેક કલ્પનાએ અસિદ્ધ ઠર્યાં છતાં પણ એ નિયમ કાર્યકારણના મહાન નિયમને જ આધીન છે, અને પ્રકૃતિનું રહસ્ય મનુજખાલ આગળ પ્રકાશિત થવા જ નિર્માયું છે—એવા નિશ્ચય આરેાગ્યશાસ્ત્રીઓના મન્દ થતા નથી.એ બંને પૂર્વાંત શ્રદ્દાનાં જ ઉદાહરણા છે. ટેનિસન કહે છે તેમ
GARANS
"Oh yet we trust that somehow good Will be the final goal of ill"
.
પણ ઉપર બતાવેલી, મનુષ્યસ્વરૂપના અન્ધારણના મૂળમાં જ જે શ્રદ્ધા રહી છે, તે વિનાની શ્રદ્દા એ અન્ય શ્રદ્દાજ છે, ચેતનની નહિ પણ જડ પદાર્થની શ્રદ્દા છે. ચેતનની શ્રદ્ધા સકારણ અને વિવેકજન્ય હેાય છે, જડ શ્રદ્ધા ગમે તે વસ્તુને, ગમે તે વાક્યને વગર વિચારે વળગે છે.
જેમ અમુક પ્રકારની શ્રદ્ધા મેાક્ષને અનુકૂલ છે, તેમ અમુક પ્રકારની શંકા પણ દૈવના અનુગ્રહથી જ પ્રાપ્ત થાય છે. વેદાન્તસિદ્ધાન્તને અનુવાદ કરીને રા. રા. મણિલાલે ચેાગ્ય જ કહ્યું હતું× કે જગત્ નું આદિકારણ અજ્ઞાન છે; પણ તેની સાથે વિશેષમાં એમ પણ ઉમેરી શકાય કે મેક્ષનુ આદિકારણું પણુ અજ્ઞાન જ છે. ઉભય અવિરાધી સત્ય છે. મેક્ષનું આદિકારણ અજ્ઞાન છે એ નિશ્ચય પ્રત્યેક ધર્મના ઇતિહાસમાં પ્રત્યક્ષ થાય છે. અન્યત્ર ધર્મપ્રવાહ ઉપર દૃષ્ટિ નાંખતાં પણ જણાશે કે શંકામાંથી જ ધર્મની ભવ્યતા અને વિશુદ્ધિ આવે છે. એક ઋગ્વેદ-મહર્ષિ કહે છેઃ—
k
" को अद्धा वेद क इह प्रवोचत् कुत आ जाता कुत इयं विसृष्टिः । अर्वाग्देवा अस्य विसर्जनेनाथा को वेद यत आ वभूव ॥
इयं विसृष्टिर्यत आ बभूव यदि वा दधे यदि वा न ।
'
यो अस्याध्यक्षः परमे व्योमन्त्सो अङ्ग वेद यदि वा न वेद ॥
વિવિધ સુષ્ટિ કર્યાંથી ઉત્પન્ન સર્જન પછીના છે. એ કયાંથી
( ખરેખર કાણુ જાણે, કાણુ કહે કે થઈ, ક્યાંથી ફૂંકાઈ ? દેવા એના વિવિધ
આ
*જીવા સુદર્શન. ૧૮૯૮, સપ્ટેમ્બર,