________________
બ્રહ્માનન્દ શી રીતે થાય?
૩૫૭
વડે કર્મકાંડ કરવાથી જ મળી શકતું નથી, પણ જ્યારે ઊંડા અંતરમાંથી ઉછળીને, જેમ જળ બહાર કાઢવામાં આવતાં માછલી જળમાં પડતું નાખે છે, તેમ, જીવાત્મા પરમાત્માના ચરણે જઈ પડે છે, એની ઈચ્છાને પરમાભાની ઈચ્છા સાથે સંગતિ પમાડે છે, પોતે કરે છે તે પરમાત્મા જ કરે છે એમ મિથ્યાવાદ તરીકે નહિ પણ વસ્તુતઃ–શ્રદ્ધા રાખી સમજે છે, ત્યારે જ એ સાહાસ્ય પ્રાપ્ત થાય છે. પરમાત્માનું નીતિસંગધે જે સ્થાન છે તેને લીધે જ નીતિ ધર્મરૂપે ઉન્નત સ્વરૂપાન્તર પામી એમાં લીન થાય છે, અને એ વિના શુષ્ક તથા નિર્માલ્ય રહે છે. . ત્યારે આપના પ્રશ્નને મારે નમ્ર ઉત્તર એ છે કે –
(૧) કર્મકાંડને અનાદર; (૨) તે તે અવ્યવસ્થિત કાર્યોને સ્થાને સદસતનું તત્ત્વ દર્શા
વનાર નિયમાનુસારી વ્યવસ્થા (૩) આત્માનું પ્રકૃતિથી પર હેવું અને એ અર્થમાં અકત્વ, અને (૪) નીતિને ધર્મની ભૂમિકાએ ચઢતાં એને મળતું અલૌ
કિક સ્વરૂપાન્તર, એ ચાર સિદ્ધાન્તને ઉપદેશ એ જ નિકુળે થિ ઉજવાતાં વિધિઃ જો નિષેધ” વાક્યનું રહસ્ય છે. એનું નીતિ વિરુદ્ધ તાત્પર્ય છે એમ જરા પણ સમજવાનું નથી. “નિજોગુણ્ય”—રૂપી અદ્વૈતના અપરેક્ષ અનુભવી તેમ જ તત્સમીપમાં વિચરનારા મહાત્માઓ તે પાપી, અધમ, ક્રર, એકલપેટા હોય એમ સંભવે જ નહિ. એમનું ખરું સ્વરૂપ તે અખાએ વર્ણવ્યું છે, અને તે આપે વાંચ્યું જ હશે –
“નિત્ય રાસ નારાયણ કેરે દેખે તે અનંત અપાર; જિહાં જેવો તિહાં તે, નારાયણ નરનાર. ગગ કંઠે ગાતે થકે રોમાંચિત એ ગાત્ર; હર્ષ આંસુ બહુ હેત હૃદય, પ્રેમ કેરું તે પાત્ર. નવનીત સરખું હૃદય કમળ, કહ્યું ન જાયે હેત,
આંખમાંહે અમૃત ભરિયું, હરિભક્તિ કેરું ક્ષેત્ર, » Hodalom It is God that worketh in us to will and to do of His good pleasure." * જીવે “ભાગવતત્તમ” આ પુસ્તકમાં પ. ૫ થી.