________________
,
'
જડ અને ચિત” ને
:
૪૮૩
હેકલ કલ્પના કરે છે કે આ સર્વ ધર્મો જડ પરમાણુઓમાં લપાઈ રહેલા છે તે આવિર્ભાવ પામે છે. એ પરમાણુઓમાં પ્રાણુ વિવેક અને વિજ્ઞાનની શક્તિ ગુપ્ત રહેલી છે. અને તે જ પ્રકટ થાય છે. કલ્પના તરીકે આ બરાબર છે, પણ સાયન્સ તે વાજબી રીતે એટલું જ કહી શકે “અમને ખબર નથી.”
ઉપરની કેટલીક ટીકાને જવાબ વાળી છે. હેકલ કહેશે કે હું જે કહું છું તે માત્ર “સાયન્સ'ના એટલે સિદ્ધપદાર્થવિજ્ઞાનના દષ્ટિબિન્દુથી નહિ પણ તત્ત્વજ્ઞાનના એટલે કે સાધ્ય પદાર્થજ્ઞાનના દષ્ટિબિન્દુથી–ભવિધ્યમાં દાઝ નાંખીને.” છે. હેકલને આ ઉત્તર સર્વના જાણવામાં અને સમજવામાં આવે તે મને પૂર્ણ સતેષ છે. તત્ત્વજ્ઞાની તરીકે તે બીજા તત્ત્વજ્ઞાનીના કરતાં પ્રે. હેકલના વિચારને ખાસ વજનદાર ગણવાનું કારણ નથી, તત્ત્વજ્ઞાની તરીકે એ લખતા હોય, અને એમાં ભૂલ કરતા હોય તો પણ, મારે એમને જવાબ દેવાનું રહેતું નથી, કારણ કે હું તત્ત્વજ્ઞાની ગણાતું નથી.
હાલ વિવિધ જણાતા પદાર્થો ભવિષ્યમાં એક સિદ્ધ થશે એમ ઘણું સાયન્સવાળાઓ માને છે, પણ હજી સુધી એ સિદ્ધ કરવાને કોઈ પણ યત્ન ફતેહમન્દ નીવડ્યા હોય એમ હું જાણતો નથી. આવા ભગીરથ પ્રયત્નની સફળતા માટે વિશ્વનું ઘણું જ વિશાળ જ્ઞાન મેળવવાની જરૂર છે, અને તે યદ્યપિ સિદ્ધ કરવાની તે આશા નથી, તો પણ એ દિશામાં કાંઈક સેવા બજાવી શકાય. જેઓ માનતા હોય કે આ બાબતમાં તેઓએ કાંઈક નવું શોધ્યું છે અને તે જગતને આપવા જેવું છે–તે તે આપવાની તેમની ફરજ છે. બીજાઓ એમાથી જે જે સત્ય લાગશે તે ગ્રહણ કરશે, અને એ સત્યને વિશેષ વિકસાવશે. આ દૃષ્ટિબિંદુથી જોતાં, પ્રો.હેકલને પ્રયત્ન બરાબર છે. પણ મને લાગે છે કે કમનસીબે, એ વિદ્વાન જે કે અતપ્રકૃતિવાદરૂપી તવજ્ઞાનના તરંગમાં તણાયા છે, તે પણ એના વિશેષ વિચારમાં ઊતરી, જડવાદની એવી બાબતે ચેકસ રીતે વિગતવાર સ્થાપવા એમણે યત્ન કર્યો છે, અને આપણું અનુભવને વિષય બનતા આ જગતને એ સાંકડો અને પરિચ્છિન્ન વિચાર બાંગે છે, કે જર્મનીમાં છે. હેકલ, આ તરફ ઈગ્લેંડમાં હર્બર્ટ સ્પેન્સરની માફક, એકલા કિનારે રહી ગયા છે, અને મનુષ્યવિચારની ભરતીનું મોજું તે બીજી જ તરફ વહેવા માંડયું છે. ઓગણીસમી સદ્દીના મધ્યકાળમાંથી આવતે એમને સ્વર એકલો