________________
સર્વધર્મપરિષદુ
૭૨૩ –સંબન્ધ જોડીને કહેતા હતા. ઇસ્લામ ધર્મમાં ઈશ્વર સર્વ લૌકિક ઉપમાથી પર મનાય છે, તે પણ એના ગુણનું કથન કરવામાં આવે છે જ, ઈસાઈ ધર્મમાં ઈસુથી પર છતાં ઈસુમાં એવું પરમાત્માનું સ્વરૂપ મનાય છે. એ જ રીતે વૈદિક ધર્મમાં પરમાત્માનાં નિર્ગુણ અને સગુણ સ્વરૂપ મનાય છે. આ રીતે સર્વ ધર્મમાં પરમાત્માને એક તરફથી અવાશ્મનસર્ગોચર માનીને બીજી તરફથી એને જ પાછો વાલ્મનસગોચર કરવામાં આવે છે. આ વિરોધગર્ભ સ્થિતિ મનુષ્યબુદ્ધિમાં જડાએલી છે. અને એને જ વેદાન્તીઓ માયા અનિર્વચનીયતા ઈત્યાદિ શબ્દથી વ્યવહેરે છે. અવતાર મૂર્તિપૂજા આદિનાં પ્રતિપાદન અને પ્રતિષેધ મનુષ્યની આ જ માનસ ઘટનામાંથી ઉત્પન્ન થાય છે.
આ સંબધમાં હારી માતૃભાષા ગૂજરાતીમાં એક સુન્દર કાવ્ય છે એનું મને સ્મરણ થાય છે. એ કાવ્યને ભાવ એ છે કે એક સમય શ્રીકૃષ્ણજી આકાશમાં ચન્દ્ર જોઈને બહુ હર્ષ પામ્યા અને યશોદા મૈયાને કહેવા લાગ્યા કે “ભા! એ ચન્દ્ર મને લાવી આપ.” માતા યશોદાજીએ કહ્યું: “ભાઈ! ચન્દ્ર તે આકાશમાં છે. એ હું શી રીતે લાવી આપુ? તે પણ કૃણુજીએ માન્યું નહિ, અને બહુ રેવા લાગ્યા. ત્યારે યશોદામાતાએ ચન્દ્રને પાસે લાવવાની એક યુક્તિ રચી થાળીમાં પાણી ભર્યું અને એમાં ચન્દ્ર લાવી આપે ! કૃષ્ણજી પ્રસન્ન થઈ ગયા. મનુષ્ય આ જ રીતે પરમાત્માને દૂરથી પાસે લાવવાને રાઈ રહ્યો છે. સત્ત્વગુણ માયામયા મનુજાબાળને મનુજ હૃદયમાં પ્રતિબિમ્બરૂપે પરમાત્માનું દર્શન કરાવે છે, અને એ જ રીતે એને સંબધ નિકટ બનાવે છે. અહીં પ્રશ્ન થશે કે પ્રતિબિમ્બ મિથ્યા છે તેમ શું ઈશ્વર પણ મિથ્યા છે? એને જરા વિચાર કરે. પ્રતિબિમ્બ કપલકલ્પિત નથી. અથત કેવળ મહારી કલ્પનાથી જ એ બનેલું નથીઃ ચન્દ્ર, જળ અને મહારાં ચક્ષને સ્વભાવ એનાથી એ ઉત્પન્ન થએલું છે. ખ્રિસ્તી ધર્મમાં અને હિન્દુ ધર્મમાં પરમાત્માના અવતાર મનાય છે. એનું રહસ્ય સમઝવા માટે સમાલોચનાની જરૂર છે. “અવતાર' એટલે શું?
અવતાર' શબ્દને પ્રકૃતિમાં શો અર્થ સંભવી શકે છે? પરમાત્મા કોઈ સ્વર્ગના મહેલની અગાશી ઉપર બેઠા નથી, જ્યાંથી પૃથ્વી ઉપર ઊતરે, અવતરે. એમનું અવતરવું એટલે પ્રકટ થવું એટલે જ એને અર્થ થઈ શકે છે. અને એ પ્રાકટય યદ્યપિ સર્વત્ર અને સર્વદા છે, તથાપિ પ્રકૃતિનાં કેટલાંક વિશિષ્ટ હૃદયમાં અને કેટલાક “વિભૂતિમત' મનુજ હૃદયમાં વિશિષ્ટ રૂપે એ પ્રાકટય થતું જણાય છે. આ તાત્વિક અર્થમાં સર્વ ધર્મના સિદ્ધાતમાં અવતારને સિદ્ધાન્ત મનાય છે, કારણ કે એ