________________
શ્રીકૃષ્ણ
હું
શ્રીકૃષ્ણા ( શ્રીકૃષ્ણ કાણુ ? શુ? )
અહી જે પ્રશ્ન હું ચર્ચવા ઇચ્છું છું એને મ્હે' જાણી' જોઇને એ પાંખાળેા કર્યાં છે. કૃષ્ણ કાણું ? અને શું ? કારણ કે આ મહાપ્રશ્નને મ્હારી ઉત્તર પણ દ્વિકલ્પક—એ રૂપના છે. કેવી રીતે અને શે। એ હું નીચેના વિવેચનમાં સ્પષ્ટ કરીશ.
های
૧
પ્રાચીન ભારતના મહાન કવિન કેવળ ભરતકુળને વૃત્તાન્ત શ્વેૉકમાં ગાનાર પણ ક્રાન્તદર્શી એટલે એની આરપાર સત્ય અને ધની દૃષ્ટિથી જોનાર—ભ્યાસ મહર્ષિએ ( વ્યાસ એક હતા કે અનેક એ પ્રશ્ન અત્રે અપ્રસ્તુત છે) કૃષ્ણજીવનની કથા મહાભારતમાં સ્થાપી છે, વાવી છે કહું તા એ શબ્દ વધારે યથા જણાશે. એ કથા મહાભારતના પરિશિષ્ટ હરિવંશમાં, અને તે પછી થએલા શ્રીમદ્ભાગવત પુરાણમાં વિસ્તાર પામી છે, અને તે પછી આગળ ચાલતાં ભક્તિરસનાં સંસ્કૃત અને ભાષાનાં પુસ્તકામાં——એટલે કે મધ્યકાલીન હિન્દુસ્થાનના સાહિત્યમાં તે મૂળ કથાના પુષ્કળ અતિરેક થયા છે.
કૃષ્ણ એ એક ઐતિહાસિક મહાન પુરુષ હતા—જે મહાભારતના યુદ્ધના સમયમાં વિદ્યમાન હતા—-એ એક એવી સંગીન ઐતિહાસિક મિના છે ? એને કાઈ ખેાટી ગણી શકે એમ નથી. તે સાથે એ પણ ખરૂં છે કે મહાભારતના કર્તા વ્યાસ વર્તમાન સમયમાં આપણે જેને ‘ ઇતિહાસ કાર ' કહીએ તેવા શુષ્ય-નોંધણી-કામદાર ન હતા, પણ એ એક કવિ અને તત્ત્વજ્ઞ હતા, જેમણે તત્ત્વજ્ઞાન કાવ્ય દ્વારા શીખવ્યું છે, જે કાવ્યમાં એમણે ઐતિહાસિક ઇતિવૃત્ત અને કવિની કલ્પનાનું મનેાહર મિશ્રણ કર્યું છે. કવિની કલ્પનાના આ ખીજનું વૃક્ષ અને વૃક્ષાન્તર થઈ, મધ્યકાલીન હિન્દુસ્તાનમાં એનું એક ઉપવન થઈ ગયું છે. એ રીતે ઉત્પન્ન થએલા
* ગયે વર્ષે “ કલ્યાણુ કલ્પતરુ ” ના “ કૃષ્ણાંક ” માં “Krishna Who ? ” એ મથાળાના મ્હે. અંગ્રેજીમાં લેખ લખેલા તેને કાંઈક ટૂંકાવી લંબાવીને આ ગુજરાતીમાં લખ્યા છે. એના થાડાક ભાગ સાર રૂપે મુંબા ઈમાં સીડનહામ કૅાલેજ આક્ ૐામના છાત્રાવાસમાં આ કૃષ્ણજન્માજીને
પ્રસંગે કહ્યો હતા.