________________
૭૪૮ જૈન ધર્મ પ્રસારક સભાના પ્રમુખપદેથી આપેલું ભાષણ કર્તવ્ય છે કે આ એકતાના તત્ત્વ ઉપર જ ભાર દેવા જોઈ એ; એટલું જ નહિ પણ એ તત્ત્વ ઉપર ભાર દેવા જ જોઇએ. આ રીતે સર્વ ધર્મની સેવા એ પ્રત્યેક ધર્મનું કર્તવ્ય છે—અતિથિસેવા એ પ્રત્યેક ગૃહસ્થનું કર્તવ્ય છે એ ન્યાયે.
પણ અહીં પ્રશ્ન ઊઠે છે કે આ તો પરધર્મ પ્રત્યેના વર્તનની વાત થ. પરંતુ પ્રત્યેક ધર્મના પેાતાના અનુયાયીઓ તરફ એ ધર્મનું શું કર્ત્તવ્ય છે? ખીજી રીતે કહીએ તેા પ્રત્યેક ધર્મના સંધનું પેાતા પ્રત્યે શું કર્તવ્ય છે? સ્વધર્મને સર્વ ધર્મમાં ડૂબાવવા એ? આને જૈનશાસ્ત્રની પરિભાષામાં ઉત્તર આ પ્રમાણે થઈ શકે. કાઈ પણ ધમને એના વિશેષરૂપમાં જ જાણવા એ જીસૂત્ર નય'ની સીધી સાદી પ્રાકૃત જનને ઉચિત દૃષ્ટિ છે, શાસ્ત્રીય દૃષ્ટિ નથી. તેમ કાઈ પણ ધર્મનું વિશેષ રૂપ ભૂલી એમાં સર્વધર્મગત સામાન્ય તત્ત્વા ઉપર દિષ્ટ ફેરવવી એ ખીજા છેડાને સામાન્યમાત્રગ્રાહી ‘સંગ્રહ નય’ છે. ઉભયસામાન્ય અને વિશેષ ઉભય—તત્ત્વને સ્વીકારવાં એ આથી ચઢીઆતી ‘નૈગમ નય’ ની દૃષ્ટિ છે. પણ આ ત્રણે નયદષ્ટિએ છે, સિદ્ધાન્ત દૃષ્ટિ નથી. સિદ્ધાન્તમાં તે સામાન્ય અને વિશેષ પરસ્પર ભળેલાં છે, માત્ર દષ્ટિભેદે જુદાં છે. અને એએના વિરાધ યાને તેએ એકાન્તતઃ જુઠ્ઠા છે એ દૃષ્ટિ શમાવીને એકમાં બીજાને જોતાં શીખવું એ જ ખરી દૃષ્ટિ છે; અર્થાત્, પ્રસ્તુત સ્થળે, સ્વ અને સના એકાન્તિક ભેદ પીગાળી દઈ સ્વધર્મ અને સર્વ ધર્મને એવાં જોવાં કે એક ખીજામાં એ ભળેલાં જ અનુભવાય એ સંપૂર્ણ સત્યદૃષ્ટિ છે, પરંતુ એટલે સુધી ન પહોંચાય તે હમેશાં સ્વધર્મમાં સર્વ ધર્મનાં તત્ત્વાનુ દર્શન કરતા રહેવું, અને સર્વ ધને સ્વધર્માંમાં જ મૂર્તિમન્ત થતા જોવા એટલું તેા અવશ્ય કરવું જોઇએ. આટલાથી કુલિત એ થયું કે કહેવાતા જૈને કહેવાતા બ્રાહ્મણ થઈ જવું કે કહેવાતા બ્રાહ્મણે કહેવાતા જૈન થઈ જવું એ વિવક્ષિત નથી, પણ એટલું તાવિવક્ષિત છે જ કે ઇંદ્રિયા ઉપર અને રાગદ્વેષાદિ ઉપર જય મેળવ્યા વિના બ્રહ્માંડને ભરી નાંખતું ખરૂં બ્રાહ્મણત્વ પ્રાપ્ય નથી, તેમ એ ખરું બ્રાહ્મણુત્વ પ્રાપ્ત કર્યાં વિના શત્રુંજય રૂપી સાચું જનત્વ પણ પ્રાપ્ત કરવું અશકય છે.
પણ આ તે। એક દૂરની વાત છે. હજી અનેક ધર્માને અનેકાન્તવાદની દૃષ્ટિએ જોતાં
તે આપણે આપણા દેશના શીખવાનું છે. હિન્દુધર્મીએ