________________
જૈન ધર્મ પ્રસારક સભાના પ્રમુખપદેથી આપેલું ભાષણ
૭૪૭
છુટકારો નહિ, પણ આત્માને સાક્ષાત્કાર—એ જ આપણું સર્વ તત્ત્વજ્ઞાનનું છેવટનું સાધ્ય છેઃ એ આત્મા તે પરમ આત્મા , કેવળ આત્મા હૈ, વા પૂર્ણ વા શૂન્ય વસ્તુ હ–જે તે પણ એને જ સાક્ષાત્કાર એ મનુષ્યજીવનનું પરમ પ્રયોજન છે. કેઈએક વિભૂતિને ઈશ્વર કહે, કે તટસ્થ પરમ વિભૂતિને ઈશ્વર કહે, કે સર્વસંગ્રાહક પરમ વિભૂતિને ઈશ્વર કહે– પણ એ ઈશ્વર યાને પરમ આત્મા કેવલ છે, અથત સર્વદેષવિવર્જિત છે, એમ સર્વ કેઈ માને છે. આ અર્થમાં પરમાત્મપ્રાપ્તિ અને આત્માના કૈવલ્યને અનુભવ એ લગભગ એક થઈ જાય છે; કાંઈ નહિ તે એક એ બીજા માટે આવશ્યક છેલ્લું પગલું છે એ તે સર્વમાન્ય છે અને થશે. તે એ અત્યન્ત દુરના પરમ સાધ્યના વિવાદમાં ન પડતાં એનાથી એક જ પગલું આ તરફ એવું જે આત્માનુ વૈવલ્ય, એ સર્વને સાધ્ય રૂપે સ્વીકાર્ય છે એમ માનીને આપણે આગળ ચાલીએ તો તેમાં ખોટું નથી.
ભાગવત બૌદ્ધ અને જૈન ધર્મને છેલ્લે ઉદય થયો–એટલે કે ઈ. સ. પૂર્વે છઠ્ઠા શતકમાં–તે વારે ભારતવર્ષ વાદજાળથી–બૌદ્ધપિટક જેને
બ્રહ્મજાલ” કહે છે, અને ભગવદ્ગીતા જેના એક પ્રકારને “પુષિતા વાફ” કહે છે–એમાં ગૂંથાઈ ગયું હતું, મુગ્ધ થઈ ગયું હતું. એમાંથી મુક્ત થવા માટે તે તે ઉપદેષ્ટાઓએ વિવિધ ઉપાયો યોજેલા છે. પણ સહુ એક વાતમાં મળે છે કે વિવાદની જાળમાંથી નીકળીને, બદ્ધ પિટક અન્યત્ર કહે છે તેમ નદીને સામે કાંઠે જવું હોય તે સામા કાંઠાને “સામા કાંઠા ! આમ આવ, આમ આવ” કહેવાને બદલે અથવા તે એ કાંઠાના સ્વરૂપ વિષે વાદવિવાદમાં પડવાને બદલે નાવમાં બેસી સામે કાંઠે જવા માંડવું જોઈએ, અથત સાધ્યના નામને જપ નહિ, એને વિવાદ નહિ, પણ સાધનનું સેવન એ જ ખરું કર્તવ્ય છે. જૈન ધર્મ, બ્રાહ્મણ અને બૌદ્ધ ધર્મની પેઠે, આ સાધન બહુ વિસ્તારથી બતાવે છે, યોજે છે. એમાં બ્રાહ્મણ કે બૌદ્ધ કઈ સામે એને વિદ્વેષ નથી. એ સમયમાં એવાં ઘણું સાધનો અગાઉથી ચાલતાં આવતાં હતાં, કે જેને સર્વમાન્ય કહી શકાય, પણ જે માત્ર પાછળના સમયના અજ્ઞાનથી ઢંકાઈ ગયાં હતાં. આમ હોઈ ભારતવર્ષના તે સમયના સર્વ ધર્મને સામાન્ય એવા સાધનનું પ્રતિપાદન સર્વત્ર જોવામાં આવે છે. વ્રત, ગુપ્તિ, વ્યાદિ ભાવના આદિ ઘણાં સાધને એ જ કે જુદે નામે ભારતવર્ષમાં તે સમયે પ્રચલિત હતાં, એ ભારતવર્ષના સર્વ ધર્મોમાં તે શું, પણ જગતના સર્વ ધર્મોમાં ઉપદેશ શકાય એવાં છે. અને વર્તમાન સમયમાં દરેક સ્વધર્મ પ્રસારક સભાનું આ