________________
૭૫૪
શ્રીકૃષ્ણ
સર્વ કરવામાં બાધ
અર્થ કરવામાં આવે છે એ, આપણે મૂળ શબ્દાર્થરૂપે સ્વીકારી શકીએ નહિ જ. જે કે એમાં કૃષ્ણ વિષે જે વિશેષ આધ્યાત્મિક સત્ય કહ્યું છે એ આપણે ખુશીથી માની લઈએ. વસ્તુતઃ આધ્યાત્મિક અર્થ કરવામાં બાધ નથી, પણ આપણું પ્રાચીન ઇતિહાસ સાથે કલ્પનાદ્વારા આધ્યાત્મિક અર્થ કેવો છેડતા હતા એ ધ્યાનમાં રાખતાં અમુક સ્થળે અમુક આધ્યાત્મિક અર્થ છે જ એમ માનવાનાં પૂરતાં કારણ મળે તો જ એ આધ્યાત્મિક અર્થ સ્વીકારાય, બલ્ક ગ્રન્થકારને એ વિવક્ષિત અર્થ છે એમ માનવું પડે.
ઇતિહાસ સાથે
કેવો જોડતા હતા
હવે આપણે કૃષ્ણની કથા લઈએ. એમાંના કેટલાક અંશે તે કથાભાગ તરીકે સર્વવિદિત અને સર્વમાન્ય છે. પછી એ ભાગ ઐતિહાસિક છે કે આધ્યાત્મિક અર્થને યોગ્ય છે તે આસપાસના સાહિત્યની દૃષ્ટિએ –
માત્ર આપણું કપલકલ્પનાથી નહિ, પણ આસપાસનું સાહિત્ય એમ અર્થ • કરવામાં અનુકૂળ છે કે કેમ, બલકે એમ અર્થ કરવાની આપણને ફરજ પાડે છે કે કેમ–એ જોઈશું.
૧ કૃણુ કથામાં એક વાત તો એ આવે છે કે કૃણ એ વિષ્ણુને પૂર્ણાવતાર છે. કૃષ્ણને પરમાત્મારૂપે કે એના અવતારરૂપે સ્વીકાર ભલે ક્રમે કમે થયો હોય, પણ અત્યારે જે રૂપમાં મહાભારત છે તે રૂપમાં તે એમાં કૃષ્ણનું એ સ્વરૂપ સ્વીકારાઈ ગયું છે. અને સ્મરણમાં રાખવું કે આપણે મૂળ કૃષ્ણને શોધવા નથી બેઠા, પણ જે કૃષ્ણને આપણે ભજીએ છીએ એ કૃષ્ણની જ આજ વાત કરી રહ્યા છીએ. એ કૃષ્ણ પરમાત્માનો પૂર્ણાવતાર છે એમ આપણું મહાભારત કહે છે. કૃણ એ ખરેખર પરમાત્મા કે પરમાત્માનો અવતાર છે કે કેમ એ ઐતિહાસિક પ્રશ્ન બની શકતો જ નથી, કારણ કે ઇતિહાસમાં મનુષ્ય એ પરમાત્મા હાઈ કે બની શકતો જ નથી; તેમ એનો અવતાર, ઊપરથી ઊતરી આવવું, એ પણ ઐતિહાસિક બનાવ રૂપે અશક્ય છે. વસ્તુતા, એ તત્ત્વજ્ઞાનને જ વિષય છે, અને તત્ત્વજ્ઞાન ત્રિકાલાબાધિત છે. તે એ કે પરમાત્મા તે જ જીવાત્મા છે, જીવાત્મા એ પરમાત્માનું ઊતરી આવવું છે. (તસ્ વા તવાનુંકવિરા-ઉપનિષ૬)
૨ બીજી નિર્વિવાદ વાત એ છે કે કૃષ્ણ એ અર્જુનના સખા છે. કુક્ષેત્રના યુદ્ધમાં એ અર્જુનને રથ હાંકે છે, પણ પોતે પેદા થઈને લટતા નથી.
મનુષ્ય એ
આવવું, એ
છે, અને