________________
૭પ૬
શ્રીકૃષ્ણ
ભારતમાં અર્જુન અને નવમાં થઈ નરનારાયણ
એના આધ્યાભિ
કથાનો) ઉષ કરવાનું મહાભારતના પ્રથમ શ્લોકમાં જાય नमस्कृत्य नरं चैव नरोत्तमम् । देवी सरस्वतीं वाचं ततो जयકુદરત કહેલું છે કારણ કે મહાભારત એ નર અને નારાયણના અવતાર અર્જુન અને કૃષ્ણની કથા છે.
આ રીતે ફસંહિતાના મન્નથી માંડી, ઉપનિષમાં થઈ, નરનારાયણના અનુસન્ધાનપૂર્વક, મહાભારતમાં અર્જુન અને કૃષ્ણની કથા આવે છે. એ એના આધ્યાત્મિક અર્થમાં નિઃસંદેહ જીવાત્મા અને પરમાત્માના સ્વરૂપનું રૂપક છે. આ રૂપકનું દર્શન એ આપણું કલિકલ્પના નથી, પણ એની પાછળ ઉપર બતાવ્યો તે દસંહિતાથી માંડી મહાભારત સુધીનાં વાકાનો પુરાવો છે.
હવે મહાભારતમાં કૃષ્ણ અને અર્જુન સંબધી કેટલીક વાત છે એને ખુલાસો આ તત્ત્વજ્ઞાનના દર્શનથી જ થઈ શકે છે એ આપણે જોઈશું. કૃષ્ણ જેવા મહાન પાત્રને–જેમને માટે અમાપ માન યુધિષ્ઠિર અજુનાદિકને છે–એમને અર્જુનના સારથિ બનાવવા–જે ધ ધ ખરું જોતાં અબ્રાહ્મણ સૂત જાતિને જ હત–એ થોડું અજુકતું દેખાતું નથી. પણ તત્વજ્ઞાનની દૃષ્ટિએ જુવે, અને “સમાનં તથિ વિદ્ધિ” ઈત્યાદિ કર્યોપનિષનું વચન સંભારે તે સઘળું બંધબેસતું થઈ જશે. વળી સંભારે કે કૃષ્ણ યુદ્ધમાં ભાગ લેતા નથી, ભીમ સામે અર્જુન નબળો પડી ગયો ત્યારે પણુ શસ્ત્ર લેતાં લેતાં અટકી જાય છે–એ સાંખ્ય તત્ત્વજ્ઞાનનો પરમાત્માના અકતૃત્વ અને અસંગને જ સિદ્ધાન્ત છે. અને એ તત્ત્વજ્ઞાન શોધવા આપણે અર્વાચીન કાળના સાંખ્ય દર્શનમાં ઊતરવું પડતું નથી, બલકે છેક મહાભારત અને પુરાણ કાળનું તત્ત્વજ્ઞાન એ સાંખ્યજ્ઞાન જ હતું એ સુવિદિત છે.
૩ હાલના કેટલાક વિદ્વાને ગોકુલવાસી કૃષ્ણને મહાભારતના કૃષ્ણથી જુદા ગણે છે. અને ગોકુલવાસી કૃષ્ણ મહાભારતના સમય પછી હરિવંશમાં ઉમેરાએલા છે. હરિવંશને સમય એના એક અધ્યાયમાં “દીનાર' શબ્દને ઉપયોગ થયો છે તે ઉપરથી ઇ. સ. ના ત્રીજા સૈકાને કલ્પાય છે. પણ મૂળ વૃત્તાન્ત. પણ વ્યાસજીના આ ઐતિહાસિક મહાકાવ્યમાં–જે મહાકાવ્યમાં કવિ અમુક એતિહાસિક બિનાનો ઉપયોગ કરે છે એમાં–કવિને ઉદેશ ધર્મને જય ગાવાને છે, પાંડવોને નહિ. તેથી “રા'ને પાશ્ચાત્ય અને અત્રત્ય કેટલાક વિદ્વાનોએ સૂચવેલો આ પાછળને અર્થ વ્યાસજીની કૃતિ માટે ખેડે છે.