________________
૭૬૦
શ્રીકૃષ્ણ
પણ, ગજિક વીર રાજાઓને રસ
હવે આ વિવેચન વધારે ન લંબાવતાં જેટલું થયું તેને સાર કાઢીએ
પહેલે પ્રશ્ન કૃષ્ણ કેણ? એને ઉત્તર કે શ્રીકૃષ્ણ વસુદેવ ને દેવકીના પુત્ર; એક અલૌકિક સામર્થ્યવાન યાદવ ક્ષત્રિય; દુખીના બેલી (સંભારે દ્રૌપદીને પ્રસંગ) અને જુલમગારના જુલમને–અન્યાયની બેડીએને તેડનાર એક મહાન રાજ્યતન્ની (સંભારે જરાસંધના કારાગૃહમાંથી અસંખ્ય રાજાઓને છોડાવ્યાને પ્રસંગ); સ્ત્રીના પ્રેમનું ખરું ગૌરવ સમઝી એની આડે આવનાર દન્તવફત્રાદિ રાજાઓને દૂર કરનાર (સંભારે રુકિમણીવિવાહ) પરદુઃખભંજકે વીર. એક પ્રભુના પ્રેમમાં આહીરે અને સ્ત્રીઓને પણ, ઋષિઓને દુર્લભ એવું, સ્થાન છે એવી વિશાળ દષ્ટિના ધર્મસુધારક, એમના આખા જીવનમાં ભારતદેશના, ને અન્તમાં કૌરવ-પાંડવના યુદ્ધના સૂત્રધાર; યુદ્ધને આરંભે ગીતાના મહાન ઉપદેષ્ટા આચાર્ય, અને અને ભીષ્મપિતામહમુખે ભારતીય સંસ્કૃતિની સ્મૃતિના સંસ્થાપક; અને સર્વને અનતે યાદવસ્થલીમાં આ વિશ્વની નિયત્રી કાલગતિના દ્રષ્ટા અને દર્શક, ઈત્યાદિ, ઇત્યાદિ.
બીજે પ્રશ્નઃ કૃષ્ણ શું ? આનો ઉત્તરઃ એ નિર્લેપ ફૂટસ્થ આત્મા; પરમાત્મા–સગુણ અને નિર્ગુણ બ્રહ્મઃ આ વિશ્વમાં બાહ્ય શક્તિઓને અને અન્તર્ની વૃત્તિઓને જે “નિત્ય રાસ” ખેલાઈ રહ્યો છે, “હેરી” રમાઈ રહી છે, તેનું કેન્દ્ર. મનુષ્યબુદ્ધિનાં દેરડાં એની વિશાળતાને વીટી બાંધી શકતાં નથી, (જુવો દામોદરલીલા). પ્રકૃતિની સામાન્ય માટી એના મુખમાં વિશાળ બ્રહ્માંડની રચનાનું રૂપ ધરે છે. (સંભારે મૃત્તિકાભક્ષણ). એ મનુષ્ય આત્માને અનાચ્છાદિત સ્વસ્વરૂપે જુવે છે, (ગોપીવસ્ત્રાપહરણ પ્રસંગ) અને સત્ત્વ રજન્સ અને તમસની વક્ર પ્રકૃતિને એના હસ્તસ્પર્શથી ઋજુ–સીધી અને સુન્દર કરી દે છે. (કુન્જાની કથા). કૃષ્ણ ભગવાન એ જ સર્વ તત્ત્વનું અન્તસ્તત્વ અને સર્વ તત્ત્વનું પરમ તત્વ છે. ભક્ત અને જ્ઞાની મધુસૂદન સરસ્વતી ઠીક કહે છે કે “suત્પર મિપિ તરવમર્દ ન જાને !”
[વસન્ત, વૈશાખ–આષાઢ સંવત ૧૯૩]