________________
ઉપર
ન શ્રીકૃષ્ણ પણ બંકિમચન્દ્રની તર્ક પ્રધાન દષ્ટિ કૃષ્ણસાહિત્યમાં રહેલા ધર્મના ઊંડા ભાવ જોઈ સમઝી શકી નહિ. અને તેથી કૃષ્ણજીવનનાં કેટલાંક ધાર્મિક રહસ્યને પણ એણે ફેંકી દીધાં. અંગ્રેજીમાં કહેવત છે તેમ, ન્હાવાના ટબમાંથી પાણું ફેંકી દેવાની સાથે અંદર હાવા પડેલું બાળક પણ ફેંકાઈ ગયું ! બંકિમની અર્થગ્રહણ પદ્ધતિથી આ એક વાતને ખુલાસો થયો નહિ કે–કૃણની કેટલીક વાતો જે ખરેખર વ્યભિચારની જ વાત હોય તે એક બે સૈકા જ નહિ પણ હજાર વર્ષથી હિન્દુ ધાર્મિક જનતાના હૃદયમાં એ દઢ વાસ કેમ કરી બેઠી છે? સર જ્યોર્જ ગીયર્સન, જે હિન્દી સાહિત્યના ચિરપરિચયી અને ઊંડા અભ્યાસક હતા એ સાક્ષી પૂરે છે કે જીવાત્માને પરમાત્મા પ્રતિ જે સ્વાભાવિક ઊછાળો છે એને જ રાધાના કૃષ્ણ પ્રત્યેના પ્રેમ રૂપે કવિએ વર્ણવ્યો છે. અને કૃષ્ણ-ભકતો કૃષ્ણરાધાનાં ગીત ગાય છે ત્યારે ભક્તિભાવથી જ ગાય છે અને એમાં મલિન ભાવ જરા પણ પ્રવેશ કરતું નથી.*
જેમ નીતિ અને ધર્મની પવિત્રતા જાળવવા ખાતર બંકિમે કૃષ્ણજીવનનું ઐતિહાસિક તત્ત્વ તારવી કાઢવા યત્ન કર્યો, તેમ ચૈતન્ય અને વલ્લભાચાર્ય પત્થના કેટલાક ગેસ્વામીઓએ પણ એવા જ હેતુથી કૃષ્ણની કથાને આધ્યાત્મિક અર્થ કરી એ કથાને એને અપવિત્ર અર્થથી છૂટી કરી છે. આ માટે ભાગવતની શારપન્નાધ્યાર્થીના રહસ્યપ્રદર્શનના ગ્રન્થો રચાયા છે. પરંતુ એ ગ્રન્થની અર્થપદ્ધતિ જેટલી સહેલાઈથી પુરાણી ઢબના પંડિતોને સંતોષ આપે છે તેટલી સહેલાઈથી એ વર્તમાન સમયના
critical” દૃષ્ટિના વિદ્વાનોને સંતોષ આપી શકતી નથી. તથાપિ જૂની પદ્ધતિના અર્થદર્શનમાં એક ઘણું જૂનું–ઇસ્વી સન પૂર્વેનું–અર્થદર્શન હાઈ એ અત્રે નેધવા લાયક છે. એ પ્રમાણે, વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ–એટલે કે કૃષ્ણ, એમના ભાઈ બલરામ, કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન અને પૌત્ર અનિરુદ્ધ એ ક્રમવાર પરમાત્મા, જીવાત્મા, અહંકાર અને મન છે. આ સિદ્ધાંત, જે “ચતુર્વ્યૂહ'ના સિદ્ધાન્તથી ભક્તિસંપ્રદાયમાં પ્રસિદ્ધ છે તે મહાભારતના અતિમ સંસ્કરણના કાળમાં મળે છે, પણ તે કાળ પણ ઇ. સ. પૂર્વેને હોવો જોઈએ, કારણ કે એમાંના વાસુદેવ અને સંકર્ષણ ઉલ્લેખ ઇ. સ. પૂર્વેના શિલાલેખમાં નજરે પડે છે. ભાગ
અને મન છે. મહાભારતના
ઈએ, કારણ સર પડે છે. "
જુઓ પૃ. ૭૩૭ ઉપરની ટીપ