________________
શ્રીકૃષ્ણ,
૭૫૧
ગ્રન્થા તે તે સમયના કવિઓની—જયદેવ સૂરદાસ આદિની રસિકતા કેવા પ્રકારની હતી. એ ઉપર પ્રકાશ નાંખે છે, પરંતુ એને આપણે કૃષ્ણના જીવનના પુરાવા રૂપે—એટલે કે વાસ્તવિક હકીકતની નોંધ રૂપે સમઝીએ તા ભૂલ કરીએ. કૃષ્ણના જીવનની ખરી હકીકત જાણવા માટે આ ભેદ, મૂળ વૃત્તાન્ત અને એ વૃત્તાન્તના કાવ્યમાં થએલા વિસ્તાર અલ્કે વિકાર વચ્ચેના ભેદ ધ્યાનમાં રાખવાની જરૂર છે.
આ પાછળનાં વનામાં કૃષ્ણની અનીતિ સંન્ધી જે કથા છે એ નીતિને બગાડનાર છે એ હેતુથી આપણા એગણીસમી સદીના ધ સુધારકાએ એ ઉપર ધણા મહારા કર્યાં છે. પેશવાઈ પડી ત્યારથી, ખેલકું માધલાઈ શહેનશાહતના ઉત્તર કાળથી અને પેશવાઈની પડતી થવા લાગી તે કાળથી, દેશમાં જે અંધાધુંધીના યુગ શરૂ થયા તે દરમિયાન પ્રજાની નીતિનું અનેક માર્ગે અધઃપતન થવા માંડયું હતું. ખ એમ કહીએ તે પણ ચાલે કે મેધલસામ્રાજ્યની અને પેશવાઈ મહારાજ્યની જાહેાજલાલીના દિવસેામાં જ્યારે પ્રજા એશઆરામમાં ડૂબેલી હતી તે વખતથી જ એના આન્તર આત્માને કારી ખાનાર કીડા અંદર કામ કરી રહ્યો હતેા. એની પરિસીમા અરાઢમી સદીમાં આવી. પણ ભારતનું ભવિષ્ય ઊજળું હતું એટલે એ પડતીમાંથી ઉદ્ધાર થવાની આશાનાં કિરણા ઓગણીસમી સદીના આરંભથી સ્પષ્ટ દેખાવા લાગ્યાં હતાં. અનીતિનું ખંડન જ્યાં દેખાય ત્યાં, ધાર્મિક પુસ્તકામાં દેખાય તે તેમાં પણ, તે કરવું એ ધાર્મિક સુધારાનું પ્રથમ બંગાળામાં જ્યાં નવી કેળવણી સહુથી પહેલાં આવી હતી, અને પછી અન્ય પ્રાન્તમાં—મુખ્ય કર્તવ્ય થયું. પરિણામે ઉપનિષદા ખેાળાયાં, અને પુરાણા ત્યજાયાં; રામ રહ્યા, પ કૃષ્ણે ગયા.
--
તે પછી નીરક્ષીરવિવેચક હંસ ષ્ટિ ઊધડી. કૃષ્ણકથા સધળા નાંખી દેવાનું કારણ નથી; મૂળ કથા સારી હતી, પાછળના લેખકાએ એ અગાડી છે, માટે એ કથાના મૂળ અંશા તારવી કાઢવા જોઈએ આ પદ્ધતિએ અકિમચન્દ્ર ચટ્ટોપાધ્યાયે આપણા ધમને મ્હાટી સેવા કરી. એમણે બહુ સૂક્ષ્મતાથી મહાભારત હિરવશ અને ભાગવતમાં આપેલી કૃષ્ણકથાના મૂળ અને આગન્તુક અંશાનું પૃથક્કરણ કર્યું, અને એ રીતે કૃષ્ણના યશને મલિનતાથી મુક્ત કર્યો. હિન્દુ ધર્મ ઉપર આક્ષેપ કરનાર ખ્રિસ્તી પાદરીએને, અને નવા સુધારાના અકાન્તિક મેાહમાં પડેલા હિન્દુ ધના ઉપરછેલ્લા અભ્યાસીઓને બંકિમચન્દ્રના પુસ્તકે બહુ સારી રીતે જવાબ વાળ્યેા.