________________
જૈન ધર્મ પ્રસારક સભાના પ્રમુખપદેથી આપેલું ભાષણ ૭૪૯
બ્રાહ્મણ જૈન અને બૌદ્ધને એક જ ધર્મના વિવિધ પ્રકારરૂપે જોવાના છે. બ્રાહ્મણધર્મએ શૈવ વૈષણવોના અને આર્યસમાજીઓ અને સનાતનીઓના, અને જૈનધર્મીએ શ્વેતામ્બર દિગમ્બરના અને તામ્બરએ મૂર્તિપૂજક અને સ્થાનકવાસીઓના, વિરે શમાવવાના છે. શાંતિ અને સમૃદ્ધિના કાળમાં ધર્મને વિશેષ શાખા પ્રશાખામાં પાંગરવા દે એમાં દેષ નથી બકે ધર્મની સમૃદ્ધિ છે; પણ આપદ્ અને યુદ્ધના કાળમાં અનેકતામાં એકતા લાવવી એ જ યુગધર્મ છે, યુગધર્મ છે
[વસંત, ફાલ્ગન, સં. ૧૯૯૧ ]