________________
૭૨૬
સર્વધર્મપરિષદુ
સમાજભાઈએ પિતાને લેખ રાખ્યો એ અન્યાય છે. કોઈકે તે આગળ કે પાછળ આવે જ, તે માટે ખરું જોતાં દોષ પૂર્વાપર ક્રમને નહેાતે પણ જે ભાવથી આવી પરિષદમાં ભાગ લે જોઈએ એ ભાવની ખામી જ દેષરૂપ હતી. મને લાગ્યું છે કે–રજત મહોત્સવના મેળા સાથે આ પરિ પત્ની જન સંગત ન હતી; અને તેથી જે ઊંચા ઉદ્દેશથી આ પરિષદુ ભરવાનો વિચાર કર્યો એ ઉદેશ સફળ ન થયો. આટલું પરિષદ્ માટે. હવે આર્યસમાજના આ પ્રધાન ગુરુકુલ સંબધી મહારા વિચાર ટૂંકામાં અહીં નૈધું. હું અત્યાર સુધી ધારતો હતો કે, સંસારસુધારે બાદ કરતાં આ આર્યસમાજી સંસ્થા વિદ્યાર્થીને વર્તમાન સમયથી પરાડમુખ બનાવે છે. એમાં મને કેટલેક દરજે મારી ભૂલ જણાઈ. અને એ હું અત્રે જાહેર કરું છું. ગુરુકુલની લાઈબ્રેરી અંગ્રેજી પુસ્તકથી સારી ભરેલી છે. તત્ત્વજ્ઞાન અને ધર્મના પ્રત્યે બહુ જ છે. એટલું જ નહિ પણ અર્થશાસ્ત્ર અને વર્તમાન રાજ્યતન્નને લગતાં પુસ્તક પણ છે. વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ સાદાઈ અને દઢતા પુષ્કળ છે, અને સેવાને ભાવ તે અસાધારણ છે. હિન્દુસ્થાનનો કદી પણ ઉદ્ધાર થશે તે તે હમણું જ સાધુચરિત ડો. પી. સી. રેયે પ્રસંગક્ષમ્ય અયુક્તિથી દેશના શત્રુ” એવા વિશેષણથી વધાવેલા, પરદેશી લુગડાં અને ફેશનમાં મુગ્ધ બનેલા વિલાયતી હિન્દી વિદ્યાર્થીઓથી, કે એમની ઝાંખી નકલરૂપ અહીની સરકારી કોલેજના વિદ્યાર્થીઓથી થવાને નથી. એ જ્યારે થશે ત્યારે પૂર્વોક્ત પ્રકારના સાદા દઢ સ્વદેશપ્રેમી અને સેવાપરાયણ વિદ્યાર્થીએથી જ થશે, અને આ ગુણ ધરાવવા માટે હું કાંગડી ગુસ્કુલના વિદ્યાર્થીઓને ખરા હૃદયથી ધન્યવાદ આપું છું. આ જાતના સ્વતન્ત્ર વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે સ્નાતક થયા બાદ ઉદરનિર્વાહને પ્રશ્ન ભારે છે. એ પ્રશ્નો ઉકેલ લાવવા કાંગડી ગુરુકુલના વ્યવસ્થાપકેએ શો યત્ન કર્યો છે એ જાણવા હું ઉત્સુક હતા. ઉસભાનીઆ યુનિવર્સિટિને જેમ અલિગઢે સ્વીકારી લીધી છે તેમ કાંગડી ગુરુકુલને કાશી વિશ્વ વિદ્યાલય સ્વીકારી લે એમ તેઓને સ્વાભાવિક ઇચ્છા છે. પરંતુ આશા ઉપર બેસી રહેનારા એ પુરુષો નથી. એમણે કાંગડીમાં આયુર્વેદ વિભાગ રાખ્યો છે. અને એના અભ્યાસક્રમમાં અંગ્રેજી વૈદ્યક અને શસ્ત્રવિદ્યાને અભ્યાસ પણ જળ્યો છે. સ્નાતક થઈને કેટલાક વિદ્યાર્થીઓ આર્યસમાજની સ્કૂલો અને કોલેજોમાં અધ્યાપક તરીકે સ્થાન મેળવે છે, કેટલાક પત્રે ચલાવે છે, કેટલાક ઉપદેશકનું કામ કરે છે, અને ઉપર કહેલી નવી યોજનાથી હવે વિદ્ય–દાક્તરના ધંધામાં પણ કેટલાક પડશે. કેટલાકને પરદેશની યુનિહ