________________
જૈન ધર્મ પ્રસારક સભાના પ્રમુખપદેથી આપેલું ભાષણ
૭૪૩
મનાઈ પણ હવે સૂક્ષ્મતાથી જોઈ–વિચારીને પશ્ચિમ અને પૂર્વના ઘણું વિદ્વાને માને છે કે પ્રથમ વેદની સંહિતાને ધર્મ, તે પછી બ્રાહ્મણને, તે પછી આરણ્યકે અને ઉપનિષદેને, અને તે પછી જૈન અને બૌદ્ધોને ધર્મ–એવા તે તે ધર્મના કાલિક ક્રમવાર પરસ્પરભિન્ન તબકે નથી. તે તે ગ્રંથમાં જે જે ગૂંથવામાં આવ્યું છે તે ઉપરાંત તે જ ગ્રન્થોના કાળમાં બીજું ઘણું બહાર વિસ્તરેલું હતું–જેનાં સૂચક ચિહ્યા તે તે ગ્રન્થમાં ઉપલબ્ધ થાય છે પણ જે એ ગ્રન્થમાં નિબદ્ધ નથી. આ દૃષ્ટિએ જોતાં, ગ્રન્થોના કાલક્રમ અનુસાર તે તે ગ્રન્થની ઉત્પત્તિ માની વસ્તુને કાલક્રમ આપણે કપીએ તે ભૂલાવામાં પડીએ. પાર્શ્વનાથ અને મહાવીરસ્વામી ઈ. સ. પૂર્વે આઠમા અને છઠ્ઠા સૈકામાં થયા, તેથી એમણે પ્રરૂપેલો ધર્મ પણ એમના સમયથી જ અસ્તિત્વમાં આવ્યો એમ માનવું ભૂલભરેલું છે. એ ધર્મ ઝીણું વિગતે બાદ કરતાં એના તાત્વિક સ્વરૂપમાં બહુ પહેલાં હતા એમ માનવાને પૂરતાં કારણે છે. અહીં આપણે એટલું સ્મરણમાં રાખવું જોઈએ કે – જૈન, બૌદ્ધ, બ્રાહ્મણ એવી પરસ્પર વિભેદક શબ્દાવલિ આપણુ વિગ્રહકાળની શબ્દાવલિ છે. મૂળમાં, જેઓએ ઇકિયાદિક ઉપર તથા એણે પ્રેરેલા રાગદ્વેષાદિ શત્રુઓ ઉપર જય મેળવ્યો છે, સત્યના તેજથી જેઓનાં આતર ચક્ષુ ઊઘડી ગયાં છે, જેઓની દષ્ટિ કૃપણ નહિ પણ બૃહત–સાંકડી નહિ પણ વિશાળ–થઈ ગઈ છે તેઓ જ વસ્તુતઃ ક્રમવાર “જૈન”
બૌદ્ધ” અને “બ્રાહ્મણ” શબ્દવાચ્ય છે. આપણે રાગદ્વેષાદિની જાળમાં ન પડ્યા હેત, અજ્ઞાનથી આપણું નેત્રને છવાવા ન દીધાં હત, આપણું દષ્ટિ સાંકડી નહિ પણ વિશાળ રાખી હોત, તે આપણે સહુ ભિન્નભિન્ન વિવક્ષાથી “જૈન”, “બૌદ્ધ” કે “બ્રાહ્મણ” ન કહેવાત. અંગ્રેજી લોજિકની પરિભાષામાં બોલીએ તો એક જ denotation વાળા પદાર્થનાં આ જુદાં જુદાં connotations છે અને તે connotations પણ કેવાં કે એક બીજામાં ભળેલાં, એક બીજાથી છૂટા ન પાડી શકાય એવાં, કેને differentia કહીએ અને કેને property કહીએ એ પણ જેમાં ન સમઝી શકાય એવાં પરસ્પર ઓતપ્રોત. કઈ પણ ધર્મનું સમગ્ર સ્વરૂપ એક જ વ્યક્તિની પ્રતિભામાં પ્રકટ થતું નથી. અનેક મહાન વ્યક્તિઓની પ્રતિભા મળીને એનું સ્વરૂ૫ બંધાય છે. અને તેમાં પણ દેશ કાલ અને કષ્ટાની બુદ્ધિ તથા સ્વભાવ અનુસાર ધર્મનાં જુદાં જુદાં તો ઉપર વધારે એ છે ભાર મૂકાય છે. પરંતુ આમ એક જ વ્યક્તિની પ્રતિભામાં આવેલ ધર્મ એ જ ધર્મનું સમગ્ર સ્વરૂપ એવો આગ્રહ રાખવો એ સાંકડા