________________
શ્રીમદ્દ્ભગવદ્ગીતા સંબન્ધી ચેડ્રિંક
હર્ષ
મનુજસંસ્કૃતિના ઇતિહાસનું આ ‘Spiritual interpretation ' છે, અને એ જ એ ઇતિહાસની ખરી અને ઊંડી સમઝણ છે. પરંતુ આ ઊંડા સત્ય ઉપર મનુષ્યની દૃષ્ટિ જતી નથી. ક્ષણવાર જાય છે તાપણુ એની પ્રતિભા એવી ખલવતી નથી કે એ સત્ય એને દૃષ્ટિગાચર થાય. એવી પ્રતિભા પ્રભુકૃપાથી જ પ્રાપ્ત થાય છે. કૃષ્ણે અર્જુનને દિવ્ય દાષ્ટ આપી, એની પ્રતિભા જગાડી, નેત્ર ઉધાડી દીધાં. ત્યાં ઇતિહાસના ભવ્ય પટ એની દૃષ્ટિ આગળ ખુલ્લો થયે, ઇતિહાસમાં પ્રકટ થતું પ્રભુનું ભવ્ય રૂપ એકાદશાધ્યાયમાં કૃષ્ણે બહુ પ્રખળ રીતે, અદ્ભુત શબ્દશક્તિથી બતાવ્યું છે. એ અધ્યાયની ખરી ટીકા Gibbon's “ Decline and Fall of the Roman Empire" છે, અને એવાં જ મેષક પ્રકરણા હિન્દુસ્થાનના લાંબા ઇતિહાસમાં ઘણાં જોવામાં આવશે, જે પ્રભુનું દર્શન કરાવવા સમર્થ છે જો કે એના ઉચિત ઐતિહાસિક ગ્રન્થ હજી રચાવે! ખાકી છે.
પ્રભુની આ ભવ્યતાનું દર્શન પામર મનુષ્ય એની મનુષ્યતાના હકથી જરૂર ઈચ્છે, પણ તે કેટલા કાળ સહન કરી શકે? આખરે તે। એને પરમાત્માનું “ સૌમ્ય વપુ” જ જોઈ એ. એની ભવ્યતા આગળ મનુષ્યનું શિર નમે છે. પણ આખા મીચાઈ જાય છે; તેથી એની સુન્દરતા જ મનુષ્યને ગમે છે જે એ નિત્ય નિહાળી શકે.
આપણે પણ મનુષ્ય જાતિના અસંખ્ય વિસંવાદો, વિરાધા શમાવી, એમાં એકતાનું મધુર સંગીત પૂરનાર રાસેશ્વર અંસીધર કૃષ્ણનું સ્મરણ કરી, મહારાજા સાહેબની આ સુન્દર ચેાજનાનું મ`ગળાચરણ સમાપ્ત કરીશું.
[વસન્ત, જ્યેષ્ઠ સંવત્ ૯૯૦]