________________
૭૪ર
જૈન ધર્મ પ્રસારક સભાના પ્રમુખપદેથી આપેલું ભાષણ
જૈન ધર્મ પ્રસારક સભાના સુવર્ણ મહોત્સવમાં
પ્રમુખપદેથી આપેલું ભાષણ. શ્રી ભાવનગર જૈન ધર્મ પ્રસારક સભાની સ્થાપનાને પચાસ વર્ષ થયાં એ નિમિત્તે સભા એને સુવર્ણ મહોત્સવ આજ ઉજવે છે એ શુભ પ્રસંગે પ્રમુખપદ ભારતભૂષણ મહામના ૫, શ્રી ચાલવીયાજી લેવાના હતા, પરંતુ એમને વિચાર હાલ તુરત જ ઈગ્લેંડ જવાનો હોવાથી એ સભાની વિનંતિ સ્વીકારી શક્યા નહિ. આ સ્થિતિમાં સભાએ મને નિમંત્રણ દીધુ-બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં પંડિતજી પાસે હું કામ કરું છું તેથી કે એક ગુજરાતી ભાઈ તરીકે કે અન્ય કોઈ કારણથી સભાને મહારું નામ સૂઝયું. પણ શાથી સૂઝયું એ હું ચેકકસ જાણતું નથી–ગમે તેમ છે, પણ હું તો મને અનુકૂળ પડતે જ એને અર્થ કરું છું અને તે એ કે–મહારા બ્રાહ્મણ હોવા છતાં જૈન ધર્મના એક મહાસિદ્ધાન્ત સ્યાદવાદ પ્રત્યે હારી રુચિ જાણીતી છે અને તેથી જ કદાચ જૈનધર્મ પ્રસારક સભાની પસંદગી મહારા ઉપર ઊતરી હશે. એ રુચિ કેટલી જૂની છે અને એનો ભાવનગર સાથે કેવો સંબંધ છે એને વિચાર કરતાં હારા અંતમાં અનેક “તે દિ નો વિવાદઃ કૃતાર આજ સ્મૃતિમાં ઉપસ્થિત થાય છે. આપ સર્વ જાણતા જ હશે કે જૈન તત્વજ્ઞાનને એક પ્રતિષ્ઠિત ગ્રન્થ યાત્રામબેએ સંસ્કૃત સીરીઝમાં સટિપ્પણ પ્રસિદ્ધ કરવાનું કામ–મહારાષ્ટ્ર વિદ્યાબધુ સ્વર્ગસ્થ પ્રો. મણિલાલ નભુભાઈ દ્વિવેદીને–ઘણુ કરી જે સભાને સુવર્ણ મહોત્સવ આજ આપણે ઊજવી રહ્યા છીએ એની સ્થાપના પછી લગભગ તુરતના સમયમાં, આ જ નગરીમાં સામળદાસ કોલેજના સંસ્કૃતિની પ્રોફેસર તરીકે મણિભાઈ કામ કરતા હતા તે જ સમયમાં–સેંપવામાં આવ્યું હતું. એમના સ્વર્ગવાસ પછી સીરીઝના તન્નીઓએ એ કામ હુને સેપ્યું અને તે પછી લાંબી નિદ્રા લઈ લગભગ ત્રીસ વર્ષે જાગી બે વર્ષમાં દઢ સંકલ્પ અને પ્રયત્નથી મહે એ સમાપ્ત કર્યું. આ સ્થિતિમાં જૈન ધર્મ પ્રસારક સભાએ મહને જૂનાં સ્મરણે તાજાં કરવાને અને મહારે દોષ સ્વીકારવાને અણધાર્યો પ્રસંગ યોજી આવે તે માટે હું એ સભાને ઉપકાર માનું છું.
પાશ્ચાત્ય વિદ્વાનોએ એમના આરંભના વિદ્યાકાળમાં આપણા ઇતિહાસની જે કલ્પના આપણને બાંધી આપી હતી તે ઘણાં વર્ષો સુધી