________________
શ્રીમદ્ભગવદ્ગીતા સંબધી ડુંક
૭૩૫
તે “જ્ઞાતિવા વિધાનો વા કુંમિતિ ,” અર્થાત શાસ્ત્રમાં ક્ષત્રિય માટે જે કર્મ બતાવેલાં છે તે ત્યારે કરવાં જોઈએ એટલું જ કહેવું પર્યાપ્ત હતું. પરંતુ તેમ ન કરતાં કૃષ્ણ પિતાના ઉપદેશમાં “શેરા”,
જિ” અને “પુરુષોત્તમ”—અનાત્મા, આત્મા અને પરમાત્મા–સંબંધી પુષ્કળ જ્ઞાન ભર્યું છે; અને એ જ્ઞાનમાં રસ પૂરવા તથા એને ગતિમાન (dynamic) કરવા પરમાત્માની ભક્તિ ઉપદેશી છે. તેમ જ એ ભક્તિ જગાડવા માટે પરમાત્માનું સુન્દર અને ભવ્ય સ્વરૂપ અનેકવાર વર્ણવ્યું છે. આમ ગીતાને જે “અદ્વૈતામૃતવર્ષિણ” કહી છે તે માત્ર જીવાત્મા અને પરમાત્માના અદૈતનું વર્ણન કરે છે તે માટે જ નહિ, પણ જ્ઞાન, કર્મ અને ભંતિના છૂટા પડી ગએલા માર્ગોને એક કરવાનું મહાન કાર્ય ગીતાએ કર્યું છે તે માટે પણ ટેનિસન કહે છે તેમ
"Self-knowledge, self-reverence, self-control These three alone lead life to sovran power".
આને સંસ્કૃતમાં ઉતારીએ તેને ન ફાર્મા મંડ્યા રાયमधिगम्यते ॥
આ ત્રણ માર્ગ વડે પરમાત્માને યોગ સાધવાનું ગીતા કહે છે. પરંતુ એ પરમાત્માનું સ્વરૂપ કેવું છે? એ પરમાત્માને ક્યાં શોધવો? એ ક્યાં જડે ? આ મનુષ્યના મનનના મહાન પ્રશ્નો છે. એ વિષે ગીતા શું કહે છે એ જોઈએ. એટલું જોઈને આજનું કાર્ય આપણે સમાપ્ત કરીશું. કારણ કે હું આપને પ્રથમથી નિયત કરેલા સમય કરતાં વધારે રોકવા ઈચ્છતો નથી.
પરમાત્મા આ જગતને ભ્રષ્ટા છે. પરંતુ એ આ જગતને બહાર રહ્યો સર્જતું નથી, જેમ કુભાર ઘડે બનાવે છે તેમ. પણ એને પિતામાંથી વા પિતાની જ સ્વરૂપભૂત પ્રકૃતિમાંથી સર્જે છે. આ વેદાન્તને સુપ્રસિદ્ધ સિદ્ધાન્ત છે અને એ જ ગીતાને છેઃ
प्रकृति स्वामवष्टभ्य विसृजामि पुनः पुनः।
भूतग्राममिमं कृत्स्नमवशं प्रकृतेर्वशात् ॥ ९-४ –ઇત્યાદિ. પ્રભુ જગતને સજીને આઘો બેઠેલો નથી–ઘડીઆળી ઘડીઆળ બનાવીને આ રહે તેમ એ જગતને “મો જ પ્રમુa =” – ક્તા અને સ્વામી છે. આ વિશ્વરૂ૫ સુન્દર અને ભવ્ય કાવ્યને એ કવિ છે, એ આ વિશ્વને અને આપણે અનુશાસિતા નામ નિયામક છે. (“ પુરાઇમનુષસિતાર”) પણ એ એક હૃદયહીન દંડધર