________________
શ્રીમદ્ભગવદ્ગીતા સંબન્ધી થાડુક
૭૩૭
પરંતુ પતિ-પત્ની પણ એ મળીને એક થાય છે એટલા પૂરતા પણ દ્વૈતભાવ ન આવી જાય તે માટે ગીતામાં પરમાત્માને જીવ સાથે અંશાશિભાવ પણ કહ્યો છે: 1 ममैवांशो जीवलोके जीवभूतः सनातनः પરંતુ આ અઁશાશિભાવથી પણ આગળ વધી ક્ષેત્રજ્ઞ નાપિ માં વિદ્ધિ” એમ સર્વથા એકતા ખતાવી છે. પણ જે વેદાન્તના સિદ્ધાન્તના એમ અર્થ કરે છે કે જીવાત્મા અને પરમાત્માનું સર્વથા અદ્વૈત છે, અને તેથી પૃતિ સર્વે ઉપમા પામર જીવને ફાસલાવવા માટે કે ઊંચે અધિકારે માત્ર ચઢાવવા માટે છે તેઓ ભૂલ કરે છેઃ કાઈ પણ એક સબન્ધથી એનું સ્વરૂપ પૂરેપુરૂં યથાર્થ વર્ણવી શકાતું નથી, તેથી એ સર્વ સબન્ધ છે, અને નથી: એમ તાત્પર્ય છે. ખરેખર, એ અદ્ભુત તત્ત્વને આપણે કેવી રીતે વર્ણવી શકીએ ?
""
વસ્તુને ખરેખર જાણવી હાય તા એનું પરાક્ષ વર્ણન સાંભળીને બેસી ન રહેવાય. એને સાક્ષાત્ અનુભવવી જોઇએ. પ્રભુને શી રીતે અનુભવવા ? એને અનુભવવાના માર્ગ જેટલા અને જેવા ગીતામાં બતાવવામાં આવ્યા છે તેટલા અને તેવા ભાગ્યે જ જગના ખીજા કાઈ ધર્મપુસ્તકમાં એક સ્થળ બતાવેલા જોશે. પ્રથમ તેા, જ્ઞાન કર્મ અને ભક્તિનું જે સેવન કરવા કહ્યું છે તેમાં જ પ્રભુના સાક્ષાત્કાર થતા જાય છે. પ્રભુ જ્ઞાન કર્યું અને ભક્તિના માર્ગે વડે પહોંચવાના સામા બેઠેલા પુરુષ કે પદાર્થ નથી. એ તે એ ત્રણેની ક્રિયામાં ક્રિયાની સાથે જ અનુભવાતા જાય છે. પરંતુ મનુષ્ય આવા અન્તમાં લપાએલા અનુભવ કરતાં વધારે સ્પષ્ટ અનુભવ માગે છે. એક પ્રાકૃત સમઝણ તા એવી છે કે પ્રભુને ભજીશું તેા મરણ પછી સ્વર્ગમાં પ્રભુનું દર્શન થશે. પણ આ તે ધર્મના વિચારમાં ખાલદષ્ટિ છે. અર્જુન
આ કરતાં બહુ ઊંચા અધિકારી હતા. અને આપણે પણ એ કરતાં કાંઈક * ઊંચા અધિકારી હાવાના દાવા કરીએ તો તેમાં મિથ્યાભિમાન નથી. જાણીતું છે કે મનુષ્ય જ્યારે બહાર વિશ્વમાં પ્રભુને શેાધીને સંતેાષ ન પામ્યા ત્યારે એણે અન્તમાં પ્રભુને શેાધવા માંડયા, અને એ રીતે ધ્યાન સમાધિ વગેરે માનસિક ક્રિયાએ ચેાજવામાં આવી. ગીતાએ આ માર્ગે અવગણ્યા નથી, પણ એને જ્ઞાન કર્મ અને ભક્તિની સમાન કક્ષાના ન ગણતાં, એમના પરિપાષક રૂપે બતાવ્યા છે; જે વસ્તુતઃ જ્ઞાન કમ અને ભક્તિથી અનુભવાય છે. તેને અનુભવમાં વિશેષ દૃઢ કરવા માટે, એમાંથી મન ખસી જતું હાય. તે। એને ઠેકાણે બેસાડવા માટે, ધ્યાનયેાગ છે, પણ જે વસ્તુનું કાંઈક
૯૩