________________
હર
શ્રીમદ્ભગવદ્ગીતા સંબન્ધી થોડુંક
આવી નથી તેમ દુઃશાસનની છાતી ફાડીને એનું રુધિર પીવાને ઉત્સુક એવા ક્ષણવાર નરપશુ બનવા તૈયાર થએલા ભીમને પણ ઉપદેશી નથી: એ ઉપદેશને અધિકારી અજુન છે. ને યુધિષ્ઠિર, ન ભીમદ અર્થાત સામાન્ય મનુષ્ય, “નર”—–જે ધારે તે કામક્રોધાદિને વશ ન થતાં પિતાની જાતને બુથનુસાર દેરી શકે (ની ધાતુ ઉપરથી), એ ગીતાના ઉપદેશને અધિકારી છે. આપણું જેવો જ ? ના. આપણુથી ઊંચે. ગીતાના ઘણું વાંચનારાઓ અર્જુનને ગભરાએલે કૃપણ કાતર, “ક્લીબ” જે થઈ ગએલો એક પામર જીવ સમઝે છે. હું એને એક મહાન છવ સમજું છું. એની મુંઝવણ મહારા હદયમાં એને માટે માન ઉત્પન્ન કરે છે.
न कांक्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च । किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा ॥१-३१ येषामथै काङ्कितं नो राज्य भोगाः सुखानि च । त इमेऽवस्थिता युद्धे प्राणांस्त्यक्त्वा धनानि च ॥३३ . आचार्याः पितरः पुत्रास्तथैव च पितामहाः । मातुलाः श्वसुराः पौत्राः श्यालाः संबन्धिनस्तथा ॥३४ एतान्न हन्तुमिच्छामि नतोऽपि मधुसूदन । अपि त्रैलोक्यराज्यस्य हेतोः किं नु महोते ॥३५
હે કૃષ્ણ! હારે વિજય ન જોઈએ, રાજ્ય ન જોઈએ, સુખ ન જોઈએ. જુવો તે ખરા. આ કણ મહારા સામા ઊભા છે જેમની સાથે મહારે લઢવાનું છે? એઓ ભલે મને મારી નાંખે, હું એમને નહિ મારૂં ત્રણ લેકના રાજ્ય ખાતર પણ નહિ. પછી આ હાની પૃથ્વી માટે તે શું જ? શું હું એમના “રૂધિરે ખરડ્યા ભેગી ભેગવીશ? મુકાય भोगान रुधिरप्रदिग्धान-२-५
આ “કલબનાં, નિર્બળ પામર જીવનાં વચનો નથી, પણ ઊંચા આત્માના ધર્મસંકટ વખતના સંકેચના ઉગારે છે, તેથી ગીતાના પહેલા અધ્યાયને હું કેવળ અર્જુનના વિષાદ રૂપે સમઝત નથી; એ વિષાદ યોગરૂપ છે-“સણુનવિષાદળ નામ”—અર્થાત જીવાત્મા પરમાત્મા સાથે જોડવાનું એ સાધન છે. એ દેષ નથી, પણ ગુણ છે; અને દેશ છે તે મહાન આત્માની મહત્તાને દોષ છે-It is the last infirmity of noble minds.' of
જ પ્રેમાનન્દ.
કે અન્ય પ્રસંગે મિલ્ટનના શબ્દ,