________________
૭૨૨
સર્વધર્મપરિષદુ સારથિ બનાવીને આત્મકલ્યાણ સાધવાની, અગર તે પરમાત્માના સેવક બનીને પરમાત્માની લક્ષ્મીને પુનરુદ્ધાર કરવાની ઈચ્છા નથી. કિંતુ સહજ પ્રેમથી આકર્ષાઈ પ્રેમમૂર્તિ પરમાત્મા પ્રત્યે એ હૃદય ધસે છે. એ હદય નથી જાણતું સેવા, નથી જાણતું આત્મકલ્યાણ, એ જાણે છે કે એક જ પદાર્થ –પરમાત્મા અને પરમાત્માને રસ, એ રસથી એ આત્માની પ્રત્યેક કળા ભીંજાએલી છે. પરમાત્માની આ ભાવના જેમ વેદધર્મની કૃષ્ણભક્તિમાં છે, તેવી ઈસ્લામ ધર્મની એક શાખારૂપ સુફીમતમાં છે. ખ્રિસ્તી ધર્મમાં ચર્ચ (ધર્મસંઘ) અને ઈસુ ખ્રિસ્તને સંબન્ધ વર અને વધૂના રૂપકથી દર્શાવાયો છે. અને આ સંબન્ધને અનુભવ સિંટ ટેરેસાએ કર્યો હતો.
હવે પ્રશ્ન એ થાય છે કે જીવાત્મા અને પરમાત્માને સંબન્ધ બતાવવાને માટે આ સર્વ રૂપક યથાર્થ છે કે અયથાર્થ? ઉત્તર–યથાર્થ અને અયથાર્થ બને છે. યથાર્થ એ રીતે છે કે જેમ આપણે છીએ અને જગત, છે તેમ એ પણ ત્રીજે આપણાથી ભિન્ન છે. તેથી એનો અને આપણે સંબન્ધ વિવિધ રૂપકેથી આપણે દેખાડી શકીએ છીએ. અયથાર્થ એવી રીતે છે કે એ રૂપકે પૈકી કેઈપણ એક રૂપક પરમાત્માના સ્વરૂપનું પૂરેપૂરું નિરૂપણ કરવા માટે પર્યાપ્ત નથી. પર્યાપ્ત નથી એટલું જ નહિ, પણ સંગત નથી–અર્થાત પરમાત્માને એ રૂપક લાગુ પડી શકતાં નથી. એમાં કારણ શું? કારણ એ કે એમના જેવો જેને એમની સાથે મુકાબલામાં મૂકીએ એ વિશ્વમાં કેઈ પદાર્થ નથી. બીજું, એ પદાર્થવિશેષ (અમુક પદાર્થ) નથી, કિંતુ પદાર્થ માત્રને તત્ત્વભૂત આત્મા છે. એને આપણે પદાર્થવિશેષની ઉપમા શી રીતે આપી શકીએ? અને પદાર્થવિશેષની સાથે શી રીતે મૂકી શકીએ? નથી મૂકી શકતા તેપણ મૂકવાની ઈચ્છા કરીએ છીએ! મનજ આત્માની આ વિચિત્રતા છે કે એ પરમાત્માને દૂરથી પાસે લાવવાની અને પાસે લાવીને દર મૂકવાની ઈચ્છા કરે છે ! અર્જુન જે પરમાત્માનું સામાન્યદર્શન બહુ સમયથી કરી રહ્યો હતો એને એનું વિરાટસ્વરૂપ જેવાનું મન થાય છે, પણ વિરાસ્વરૂપની ઉગ્રતા દેખીને કપે છે એટલે ફરી પરમાત્માને “સૌમ્યવપુ’ થવાની પ્રાર્થના કરે છે ! અને એ જ રીતે નિર્ગણમાંથી સગુણ અને સગુણમાંથી નિર્ગુણ એમ મનુષ્ય જીવનની ધાર્મિક ભાવનાને હીંચકે હીચામાં જ કરે છે ! યાહુદીલોક પ્રથમ ઈશ્વરને “યહવે” કહેતા હતા, પછી એને અનામ–મહાનામ–લખ્યું પણ વંચાય નહિ એવું નામ–ઇત્યાદિ કહેવા લાગ્યા. અને એને જ વળી આપણી જાતિને પ્રભુ, આપણે રાજા, આપણે ઈશ્વર એમ એની સાથે મમતાને હારાપણુને