________________
૭૨૦
સર્વધર્મપરિષદુ
ભગવદ્દગીતામાં પરમાત્મા પિતાને એકી વારે “માતા પાતા પિતામહ કહે છે. પરમાત્માને આપની સાથે આટલો નિકટ અને સુવિદિત સંબન્ધ હોઈને પણ, આપણે એ સંબન્ધને આપણું જીવનમાં કેટલ શેડો સ્વીકારીએ છીએ? આપણે પરમાત્માથી વિમુખ રહીએ છીએ તે પણ એને અનન્ત પ્રેમ આપણું ઉપર સદા બન્યો જ રહે છે. આ વાતનું આ એક ખુલ્લું પ્રમાણ છે કે આપણે યદ્યપિ કટિ પાપ કરીએ છીએ તેપણ એ પાપ તરફથી પરાભુખ થઈ—એ તરફથી મુખ ફેરવી–સારે રસ્તે લેવાનું સ્વાતંત્ર્ય આપણને હંમેશાં રહ્યાં જ કરે છે. અર્થાત્, પરમાત્માના ઘરનાં દ્વાર આપણે માટે હંમેશાં ખુલ્લાં જ છે. પરમાત્મા, માતા પિતાની રીતે, પ્રકૃતિ અને મનુજ બાલકને મનુ અને શતરૂપાની માફક પરસ્પર જોડાઈને સંસારને આનન્દ લેવા દેવાને રાજી છે. આપણે સંસારવ્યવહાર એ માતા પિતાને અનિષ્ટ નથી. માત્ર . એટલું કે તે વ્યવહારનું ફળ પરમાત્માના વંશની વૃદ્ધિ અને સુકીર્તિ એ થવું જોઈએ. આપણે એના દાય (વારસા) ના અધિકારી ત્યારે જ થઈએ કે જ્યારે આપણું જીવન પરમાત્માનાં ખરાં છોકરાંના જેવું થાય.
હજી આગળ ચાલીએ થી ભાવનાઃ માતા પિતા હંમેશાં પુત્રની સાથે જ ફરતાં નથી. પિતાના હૃદયનો ભેદ માતાપિતા આગળ પ્રકટ કરવામાં કેટલીકવાર પુત્રને સંકેચ રહે છે. તેથી વેદધર્મનાં “# સુપ
યુના સલાયા” ઇત્યાદિ શ્રુતિ એમનું ખારૂપે પ્રતિપાદન કરે છે. એ જ ભાવ પછીના સમયમાં નર-નારાયણ અને કૃષ્ણ-અર્જુનના સંબધમાં પ્રકટ કરવામાં આવ્યો છે અને કૃષ્ણ પ્રત્યે સુદામા અને ઉદ્ધવની ભક્તિ એ જ મનોહર વેલ ઉપર લાગેલાં ફળ છે. પરંતુ પૂર્વોક્ત માતાપિતા અને પુત્રના સંબન્ધના પ્રમાણમાં આ મિત્રને સંબન્ધ વધારે ઊંચા અધિકારીઓને માટે છે. જ્યારે ફરી ફરીને અપરાધ કરીને માતાપિતાની પાસે બાળકની માફક પરમાત્માની પાસે ક્ષમા માગવાની આવશ્યક્તા ન રહે, અને કેવળ અનુમતિ જ બસ થાય, જ્યારે આપણું સદાચારબળ એટલું થઈ જાય કે ધર્મસંકટને પ્રસંગે આપણને સહાયતા દઇને એ બચાવી લે એટલે હક આપણે કરી શકીએ, ત્યારે જ સખાભાવ ખીલે છે. આ સખાભાવ પરમાત્મા અને એના ભક્તોની વચ્ચે કોઈ ઈવાર થઈ જાય છે. પરંતુ પરમાત્માને સખા સમજી એની અવજ્ઞા કરવાને આપણે અધિકાર નથી. તેથી જ્યારે અર્જુનને વિશ્વરૂપદર્શન થયું ત્યારે એણે પશ્ચાત્તાપપૂર્વક કહ્યું ઃ